રાજ્યના પોલીસ બેડામાં IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર, નજીકના દિવસોમાં થઈ શકે છે જાહેરાત

New Update

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અમલદારશાહીમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા સેક્રેટરી લેવલના અધિકારીઓની બદલી કરવામાં આવી અને તે બાદ જિલ્લા કક્ષાએ કલેકટર અને DDO લેવલના અધિકારીની એક ઝાટકે બદલીઓ બાદ હવે સરકાર પોલીસ બેડામાં પણ મોટા પાયે ફેરફાર કરવા જઈ રહી છે. આ અંગે મળેલી માહિતી અનુસાર રથયાત્રા બાદ આ જ મહિનામાં IPS અધિકારીઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

જેમાં બદલીઓની સાથે સાથે SP રેન્કના કેટલાક અધિકારીઓને DIG રેન્ક પર બઢતી પણ આપવામાં આવશે. પોલીસ બેડામાં ફેરફાર સાથે જોડાયેલા સૂત્રનું કહેવું છે કે ગુજરાતના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવા માટે પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે. એવામાં ગુજરાતના ઘણા બધા IPS અધિકારીઓએ પોત-પોતાની પ્રસિદ્ધિ માટેના પ્રયાસો ચાલુ કરી દીધા છે. કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા ગૃહ ખાતામાં લોબિંગથી લઈને મંત્રીઓ અને નેતાઓ સાથે તાર જોડવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે.