Connect Gujarat
ગુજરાત

ગુજરાત: રાજ્યની શાળાઓમાં ભારત માતાનું પૂજન કરવાના પરિપત્ર સામે જમીયતે ઉલમાનો વિરોધ,વાંચો શું કારણ આગળ ધર્યું

દેશ આખો જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે તમામ શૈક્ષણિક સંસ્થાઓને પરિપત્ર જાહેર કર્યો છે.

ગુજરાત: રાજ્યની શાળાઓમાં ભારત માતાનું પૂજન કરવાના પરિપત્ર સામે જમીયતે ઉલમાનો વિરોધ,વાંચો શું કારણ આગળ ધર્યું
X

રાજ્ય સરકારે રાજ્યની તમામ શાળાઓમાં આજથી ભારત માતાનું પૂજન કરવા આદેશ કર્યો છે. રાજ્ય સરકારે આ અંગે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ શાળાઓ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે શાળામાં પ્રાર્થના સમયે ભારતમાતા પૂજન અને વ્યાખ્યાનનું આયોજન કરવા આદેશ કર્યો છે. ત્યારે જમીયત ઉલમા ગુજરાત દ્વારા ભારત માતાના પૂજનનો વિરોધ કર્યો છે. તો જમાતે ઇસ્લામી પણ વિરોધ નોંધાવ્યો છે

દેશ આખો જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે તમામ શૈક્ષણિક સંસ્થાઓને પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દરેક શૈક્ષણિક સંસ્થા તિરંગો લહેરાવી ભારત માતાની પૂજા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જમીયત ઉલમા ગુજરાત અને જમાતે ઇસ્લામી ભારત માતાની 'પૂજા' શબ્દથી વિરોધ દર્શાવ્યો છે. તેમણે 'પૂજા' શબ્દ કાઢી નાખવા માંગ કરી છે. જમિયતે ઉલેમા આ વિરોધ વિશે કહ્યુ કે, આ પરિપત્ર ભારતના બંધારણના વિરૂદ્ધ છે. અમે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીશું, પરંતુ ભારત માતાની પૂજા નહીં કરીએ. આ સર્ક્યુલર સામે જમીયત ઉલમા ના જનરલ સેક્રેટરી નિસાર અહમદ અન્સારીએ વાંધો ઉઠાવી ને કહ્યું કે, આ પરિપત્ર ઈસ્લામના પાયાના એકેશ્વરવાદનો સિદ્ધાંત વિરુદ્ધ છે. અને ભારતના બંધારણના સર્વધર્મ સંભાવના વિરુદ્ધ છે. જોકે તેમણે તિરંગાનું સન્માન કરી રાષ્ટ્રધ્વજ ફરકાવવા સામે કોઈ વિરોધ નથી. અમૃત મહોત્સવની ઉજવણી માટેનો પરિપત્ર આવે તે પહેલા જ તેમણે પોતાના તમામ જમતિયોને રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટેનો આદેશ આપ્યો છે.

Next Story