Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં પાકતા મીઠા અંગે ચોંકાવારો સર્વે, મીઠામાંથી મળ્યા પ્લાસ્ટિકના કણ!

ગુજરાતમાં પાકતા મીઠા અંગે ચોંકાવારો સર્વે, મીઠામાંથી મળ્યા પ્લાસ્ટિકના કણ!
X

દેશભરમાં 76 ટકા મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જેમાં કચ્છના રણ, સુરેન્દ્રનગરના ખારાઘોડા, ભાવનગર, પોરબંદરમાં મીઠા ઉત્પાદકનાં મોટાં કેન્દ્રો આવેલાં છે. મીઠાનો ઉપયોગ મોટા ભાગની ખાદ્ય સામગ્રીમાં થાય છે, પરંતુ તાજેતરમાં જ તામિલનાડુની ત્રણ યુનિવર્સિટીએ કરેલા મીઠાના સર્વેમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે.

દેશના મીઠાનું ઉત્પાદન કરતાં 5 રાજ્યના મીઠાના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત અને તામિલનાડુમાં થતા મીઠાના ઉત્પાદનમાં માઇક્રોપ્લાસ્ટિકના કણ મળી આવ્યા છે, એટલે કે આપણે દરરોજ જે મીઠાનો ઉપયોગ કરી રહ્યા છે એમાં ફાઈબર આકારના માઇક્રોપ્લાસ્ટિકના કણો હોય છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તામિલનાડુ યુનિવર્સિટી, નેશનલ સેન્ટર ઓફ પોલર અને ઓશિયન રિસર્ચ, ગોવા દ્વારા અલગ-અલગ રાજ્યોમાં થતા મીઠાનાં ઉત્પાદન કેન્દ્રોમાંથી મીઠાના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

સર્વે દરમિયાન જાણવા મળ્યું કે ગુજરાતમાં થતા મીઠાના ઉત્પાદનમાં માઈક્રોપ્લાસ્ટિક ( આ કણોની સાઈઝ મીઠાના દાણા કરતાં પણ નાની હોય છે)ના કણો મોટી માત્રામાં મળ્યા છે. માઈક્રોપ્લાસ્ટિકના કણ 100-200 માઈક્રોમીટરના હોય છે. આ માઈક્રોપ્લાસ્ટિક સિંગલ-યુઝ અથવા સામાન્ય વસ્તુઓમાંથી નીકળે છે, જેમાં પેકેજિંગ વસ્તુઓ, કટલરી, રોડ માટે ઉપયોગમાં લેવા કલર, પોલિસ્ટરની વસ્તુઓ, મોતી પણ સામેલ હોય છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાંથી લેવામાં આવેલા મીઠાના નમૂનામાં 200 ગ્રામ મીઠામાંથી માઈક્રોપ્લાસ્ટિકના 46થી 100 પાર્ટિકલ્સ મળ્યા છે.

Next Story