Connect Gujarat
ગુજરાત

રાજયમાં એકસાથે 55 PIની સાગમટે બદલીનો ગંજીપો ચિપાયો, કોની ક્યાં બદલી કરવામાં આવી જુઓ સંપૂર્ણ લિસ્ટ

પોલીસ તંત્રમાં બદલીનો દોર શરૂ થયો છે. હાલમાં રાજ્યમાં તાત્કાલિક અસરથી ગૃહવિભાગ દ્વારા 55 જેટલા પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર આપ્યા છે.

રાજયમાં એકસાથે 55 PIની સાગમટે બદલીનો ગંજીપો ચિપાયો, કોની ક્યાં બદલી કરવામાં આવી જુઓ સંપૂર્ણ લિસ્ટ
X

દર વખતે ચૂંટણી પહેલા આ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવતી હોય છે ત્યારે વિધાનસભા ચૂંટણી-2022 પહેલા પણ હજુ પોલીસ ડિપાર્ટમેન્ટ અને વહીવટી તંત્રમાં પણ બદલીઓનો દોર આવી શકે છે. રાજ્યમાં જેમ-જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ -તેમ સરકાર અને તંત્ર કામે લાગ્યા છે. હવે પોલીસ તંત્રમાં બદલીનો દોર શરૂ થયો છે. હાલમાં રાજ્યમાં તાત્કાલિક અસરથી ગૃહવિભાગ દ્વારા 55 જેટલા પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર આપ્યા છે.

આ પીઆઇમાં કચ્છ પશ્ચિમ, ભુજના બી.એમ.ચૌધરી જેમની બદલી સીઆઇડી ક્રાઇમ, વડોદરા શહેરના ટી.જી.બામણીયા જેમની બદલી સીઆઇડી ક્રાઇમ, સરહદી વિભાગના એ.ડી.સુથાર જેમની બદલી સીઆઇડી ક્રાઇમ, વડોદરા શહેરના જે.આર.સોલંકી જેમની બદલી પોલીસ ટ્રેનિંગ સેન્ટર વડોદરા અને વડોદરા ગ્રામ્ય પી.વી.પરગડુ જેમની બદલી સીઆઇડી ક્રાઇમનો સમાવેશ થાય છે.

જયારે બાકીના 50 પીઆઇની પદર ખર્ચે બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.તાજેતરમાં જ સરકારે એવો હુકમ કર્યો હતો કે એક જ જગ્યા પર ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીની તાત્કાલીક બદલીઓ કરવામાં આવે, આ હુકમના અનુસંધાને 55 પૈકીના અમુક પીઆઇની બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story