Connect Gujarat
ગુજરાત

ગુજરાતના IAS કે રાજેશ સીબીઆઈની રડાર પર,દરોડા પડતા ફફડાટ

ગુજરાતમાં ખૂબ જ ગુપ્ત રીતે કેન્દ્રની ટોપની એજન્સી IAS અધિકારી ને ત્યાં દરોડા પાડી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતના IAS કે રાજેશ સીબીઆઈની રડાર પર,દરોડા પડતા ફફડાટ
X

ગુજરાતમાં ખૂબ જ ગુપ્ત રીતે કેન્દ્રની ટોપની એજન્સી IAS અધિકારી ને ત્યાં દરોડા પાડી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.ગાંધીનગરમાં 2011 બેચના IAS કે.રાજેશને ત્યાં CBIની રેડ પડી છે. જૂના કેસ સંબંધે મોડી રાતથી આ કાર્યવાહી કરી છે

રાજ્યના IAS ઓફિસર ત્યાં કેન્દ્રની એજન્સીએ પાડેલી રેડમાં મોટા પાયે રોકડ રકમ ઝડપાઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. હાલ કે.રાજેશ સામાન્ય વહીવટ વિભાગના જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.તેમણે મોરબીમાં ડીડીઓ તરીકે પણ કામ કર્યું છે સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગના જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેને સાઈડ પોસ્ટ કર્યા હતા. સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણીના વિવાદમાં કે.રાજેશ નું નામ ચર્ચાયું હતું.CBI એ IAS કે.રાજેશ સામે દિલ્હીમાં ફરિયાદ નોંધી છે.

ગાંધીનગર નિવાસસ્થાને મોડી રાતથી CBIની કાર્યવાહી ચાલુ છે.IAS સામે બંદૂક નું લાઇસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે સાથે જ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો અધિકારી સામે આરોપ થઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી અંગેનો વિવાદમાં કે.રાજેશ રહી ચૂક્યા છે હાલમાં ગાંધીનગર,સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસસ્થાને CBIની કાર્યવાહી થઈ રહી છે.સમગ્ર કાર્યવાહી મુદ્દે અધિકારી બેડામાં ગણગણાટ થઈ રહ્યો છે. રાજ્યના ભ્રષ્ટ IAS અને IPS અધિકારીઓ સામે સીબીઆઈએ લાલ આંખ કરી છે. કરોડોની મિલકત ધરાવનાર અધિકારી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સર્વે પણ થઈ રહ્યો છે જેને આધારે આગળ પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે તેવા અણસાર છે.

Next Story