'હું તમને નફરત કરું છું પપ્પા, તમે મને ક્યારેય દીકરી ન ગણી' સુસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીનો આપઘાત..!

ગુજરાતના ધોરાજીમાં ધોરણ 11ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

New Update
'હું તમને નફરત કરું છું પપ્પા, તમે મને ક્યારેય દીકરી ન ગણી' સુસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીનો આપઘાત..!

ગુજરાતના ધોરાજીમાં ધોરણ 11ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. દિવ્યા નામની વિદ્યાર્થિની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે 'આઈ હેટ યુ ફાધર.... તમે મને ક્યારેય દીકરી ન માની, મારા મૃત્યુનું કારણ તમે છો'.

Advertisment

બનાવની મળતી માહિતી મુજબ કુતિયાણામાં રહેતી દિવ્યા રમેશભાઈ ડોડીયા ધોરાજીની રોયલ સ્કૂલમાં સાયન્સનો અભ્યાસ કરતી હતી. તે શાળાની જ હોસ્ટેલમાં રહેતી હતી. 11 માર્ચની રાત્રે દિવ્યાએ હોસ્ટેલના રૂમમાં સીલિંગ ફેન સાથે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.પોલીસે વિદ્યાર્થીનીના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી હતી. પુત્રીના મૃત્યુના સમાચારથી પરિવાર આઘાતમાં છે. પરિવારના સભ્યો ગત રાત્રે જ પુત્રીની મૃતદેહ લેવા ધોરાજી પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી પાસેથી મળેલી સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે

‘પપ્પા, મારા મરવાનું એક જ કારણ છો અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું. મારા મરવા પાછળ મને એક 'બા' નો અફસોસ છે. જેણે મને મા-બાપ બન્નેનો પ્રેમ આપ્યો. SORRY DADI’

I HATE YOU PAPA

‘મા જ્યારે પણ યાદ કરીશ ત્યારે તારી સાથે હોઈશ. મા મને માફ કરી દેજો કેમ કે, આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ.’

Advertisment
Latest Stories