રાજ્યમાં 15 વર્ષ જૂનું વાહન હોય તો ખાસ વાંચી લો સ્ક્રેપિંગ પોલિસીની તૈયારી
રાજ્યમાં સ્ક્રેપિંગ પોલિસી ના કારણે, 20 વર્ષથી જૂના વાહનો રસ્તા પર ચાલવા દેવામાં આવશે નહીં.

રાજ્યમાં સ્ક્રેપ પોલિસી ના અમલની તૈયારી શરૂ કરી દેવાઇ છે. જેથી 15 વર્ષ જૂના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. એ માટે સરકારે PPP ના ધોરણે 85 ફિટનેસ સેન્ટર ને મંજૂરી આપી દીધી છે. જેમાં 15 વર્ષ જૂના વાહનો ની ચકાસણી કરાવવી પડશે. આ ચકાસણીમાં ફેલ થનાર વાહનોને સીધા ભંગારમાં મોકલવામાં આવશે.
રાજ્યમાં સ્ક્રેપિંગ પોલિસી ના કારણે, 20 વર્ષથી જૂના વાહનો રસ્તા પર ચાલવા દેવામાં આવશે નહીં. ભારતમાં હાલમાં 51 લાખ જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે ચિહ્નિત છે. તેનો હેતુ નવા વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. 20 વર્ષ જૂના વાહનના માલિકોને સ્ક્રેપિંગ માટે પ્રમાણપત્ર મળશે. આ સર્ટિફિકેટ બાદ તેમને નવું વાહન ખરીદવા પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાં મુક્તિ મળશે.કેન્દ્ર સરકારની આ પોલિસી અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા 20 વર્ષ જૂના ખાનગી વાહન મંજૂરી છે.
પરંતુ શરત એ છે કે, વાહન ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. ફેલ થવા પર વાહન સ્ક્રેપ માં જશે. 1 જૂન 2024 પછી, તેનું 'ઓટોમેટિક ડી-રજીસ્ટ્રેશન' અથવા રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 1 એપ્રિલ 2023 થી 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોની નોંધણી સમાપ્ત થશે. દેશમાં 15 વર્ષ જૂના વાહનોની સંખ્યા અંદાજે 34 લાખ છે.