Connect Gujarat
ગુજરાત

પાટણમાં 10નો સિક્કો ના સ્વીકાર્યો તો લાગશે રાજદ્રોહ,જાણો શું છે સમગ્ર મામલો..?

પાટણમાં રૂ.10ના સિક્કા નહિ સ્વીકારનાર સામે હવે લાગશે મોટો ગુનો

પાટણમાં 10નો સિક્કો ના સ્વીકાર્યો તો લાગશે રાજદ્રોહ,જાણો શું છે સમગ્ર મામલો..?
X

પાટણમાં રૂ.10ના સિક્કા નહિ સ્વીકારનાર સામે હવે લાગશે મોટો ગુનો પાટણ SDM સચિન કુમારે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પ્રસ્થાપિત નાની રકમ ની ચલણી નોટ અને સિક્કા કેટલાક સ્થળે વેપારીઓ કે પછી પેટ્રોલ પમ્પ પર સ્વીકારવાની કેટલાક વ્યક્તિઓ આનાકાની કરતા હોવાની ઘટનાઓ સામે આવી છે. જે બાદ આ નિર્ણય લેવો જરૂરી હતો.

મહત્વનું છે કે, પાટણ શહેરના અનેક વિસ્તારોમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મૂકવામાં આવેલા દસ રૂપિયાના સિક્કા અને નાની રકમની ચલણી નોટનો સ્વીકાર કરવામાં આવતો નથી.કેટલાક વેપારીઓ અને પેટ્રોલ પંપ પર સ્વીકારવામાં આવતા નથી .આ પ્રકારની ફરિયાદ એક અરજદારે પ્રાંત અધિકારીને કરી હતી.આથી આ મામલે પેટ્રોલ પંપના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ પાટણ શહેરમાં રૂપિયા 10નો ચલણી સિક્કો કે રૂપિયા પાંચ ની ચલણી નોટ કે અન્ય કોઈ ભારતનું ચલણ ન સ્વીકારનાર સામે રાજદ્રોહનો ગુનો નોંધાશે તેવો પરિપત્ર નિવાસી અધિક કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.રિઝર્વ બેન્ક ની ચલણી 5 ની નોટ કે 10 રૂપિયાનો સિક્કો કોઈ વ્યક્તિ સ્વીકારવા ની ના કહે તો તેના પર ભારતીય દંડ સંહિતા કલમ - 124 એ મુજબ રાજદ્રોહનો કેસ બનાવવામાં આવશે. જોકે પાંચ રૂપિયાની નોટ કે દસના સિક્કા નહીં સ્વીકારનારા સામે રાજદ્રોહ ની કલમ લગાવવાની વાત સમગ્ર ગુજરાતમાં પહેલીવાર પાટણના એસડીએમ સચિન કુમાર દ્વારા કરવામાં આવી છે.

Next Story