સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને ત્રીજી લહેર ઘોષિત કરી છે. ત્યારે ભાવનગરમાં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસને પગલે સર્વત્ર ચિંતાનો માહોલ સર્જાયો છે. ભાવનગર જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ 40 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ભાવનગર શહેરમાં આજે 38 નવા કેસ નોંધાયા હતા જેમાં 23 પુરુષનો અને 15 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં પણ 2 કેસ નોંધાયા હતા જેમાં 1 પુરુષનો અને 1 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 143 પર પહોંચી છે. જ્યારે ગ્રામ્યમાં 11 દર્દી મળી કુલ 154 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 676 કેસ પૈકી હાલ 154 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 300 દર્દીઓનું અવસાન થયું છે.