Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં આજે કોરોનાના 71 નવા પોઝિટિવ કેસ નોધાયા, એક દર્દીનુ થયું મોત

ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 71 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 914 પર પહોંચી ગયો છે

ગુજરાતમાં આજે કોરોનાના 71 નવા પોઝિટિવ કેસ નોધાયા, એક દર્દીનુ થયું મોત
X

ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 71 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 914 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 908 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1211413 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,935 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક દર્દીનું મોત થયું હતું.

અમદાવાદ કોર્પોરેશનમાં 29, વડોદરા કોર્પોરેશનમાં 11, વડોદરા 5, તાપી 4, બનાસકાંઠા 3, અમદાવાદ 2, ભાવનગર કોર્પોરેશન 2, દાહોદ 2, ડાંગ 2, ગાંધીનગર 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, અમરેલી 1, ગાંધીનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, પાટણ 1, રાજકોટ 1, સુરત કોર્પોરેશન 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો છે.

આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નહોતો.

બીજી તરફ આજે 140 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.03 ટકાએ પહોંચ્યો છે. આજે 36843 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે એક મોત થયું છે. સુરતમાં 1 મોત થયું છે. રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 3704 ને રસીનો પ્રથમ અને 13638 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે

Next Story