Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભા સત્રમાં ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિ. (સુધારા) વિધેયક-2022 પસાર : કૃષિ મંત્રી

પ્રકૃતિ તરફથી જે વસ્તુ મળે છે. તેનાથી કરવામાં આવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી તેમ વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભા સત્રમાં ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિ. (સુધારા) વિધેયક-2022 પસાર : કૃષિ મંત્રી
X

ગુજરાત રાજ્યમાં ખેતીને વધુ વેગ મળે, જમીન ફળદ્રુપ બને, ઉત્પાદકતા વધે ખેડૂતોની આવક બમણી થાય અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો એ આજના સમયની માંગ છે. પ્રકૃતિ તરફથી જે વસ્તુ મળે છે. તેનાથી કરવામાં આવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી તેમ વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

કૃષિ મંત્રીએ ''ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (સુધારા) વિધેયક-૨૦૨૨ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરતા કહ્યુ હતું કે, પ્રાકૃતિક ખેતીમાં નવા નવા સંશોધન અને રિસર્ચના આધારે ગુજરાતના વધુને વધુ ખેડૂતો ગુણવત્તાલક્ષી પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ વિધેયક ''ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી''ને બદલે ''ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી'' તરીકે ઓળખાશે. હાલોલ ખાતે સરકારી જમીનની ઉપલબ્ધતા, આદિજાતિ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી માટે અનુકૂળ જમીન તેમજ પ્રાકૃતિક વન્ય પેદાશો માટેની અનૂકળતા હોવાથી યુનિવર્સિટીનું મુખ્ય મથક ગાંધીનગરથી બદલીને પંચમહાલ જિલ્લાના હાલોલમાં સ્થાપવામાં આવશે.

રાજયમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે મુખ્ય ભૂમિકા હોવાથી નિયામક, એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) અને સ્ટેટ એગ્રીકલ્ચર મેનેજમેન્ટ એન્ડ એક્સ્ટેન્શન ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ(SAMETI) ગુજરાત રાજયને યુનિવર્સિટીના સંચાલક મંડળમાં સમાવેશ તેમજ હોદાની રૂએ સભ્ય હોય તે સિવાયના સભ્યોના હોદાની મુદત 2 વર્ષથી વધારીને 3 વર્ષ કરવામાં આવી છે.

Next Story