Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બામણામાં નીકળી આવ્યો ભારતનો સૌથી ઝેરી સાપ 'ખડચિતળો'

રસેલ વાઈપર સાપ ખૂબ જ ગુસ્સાવાળો અને વીજળીની ઝડપે હુમલો કરનાર સાપ છે. તે ત્રણ થી ચાર ફૂટ દૂર ઝેરની પિચકારી મારી શકે છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બામણામાં નીકળી આવ્યો ભારતનો સૌથી ઝેરી સાપ ખડચિતળો
X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ થી ૧૪ કિ.મી અંતરે જંગલ વિસ્તારથી ઘેરાયેલા અને ડુંગરની તળેટીમાં આવેલા બામણા ગામે મંગળવારના વહેલી સવારે ભારતનો સૌથી ઝેરી અને ભાગ્યે જ જોવા મળતો રસેલ વાઈપર એટલે કે ખડચિતરો સાપ નીકળી આવ્યો હતો. બામણા ગામની પંચાલફળીમાં રહેતા અમૃતભાઈ પ્રભાભાઈ પંચાલના બની રહેલ નવીન મકાનની અંદરના ભાગે આ સૌથી ઝેરી એવો સાડા ચાર ફૂટની લંબાઈનો માદા જાતિનો ખડચિતળો સાપ જોવા મળતા પરિવારના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ખડચિતળો નામના આ ઝેરી સાપને ત્યાંના લોકોએ ક્યારેય ના જોયો હોવાથી તેમજ આ અગાઉ ગામમાંથી ઘણી વખત અજગરો પકડાયા હોવાથી સ્થાનિકો અજગરોથી પરિચિત હોઈ તેમણે અજગર જેવા દેખાતા આ જનાવરને લોકોએ અજગરનું બચ્ચું સમજીને તેને પકડવાનો પ્રયાસ કરતાં સાપ માંથી વિચિત્ર અવાજ આવતાં તેઓ ડરી ગયા હતા ત્યારે ગામના જ સાપ પકડતાં જીવદયાપ્રેમી નિલેશભાઈ તડવી કે જેવો છેલ્લા છ વર્ષથી સાપ રેસ્ક્યુ કરવાનું કાર્ય કરે છે તેમને આ અંગે જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સાપને મહામહેનતે પકડી લઈ કોથળામાં પુરી રાયગઢ રેન્જ વનવિભાગના પુનાસણ રાઉન્ડના બીટગાર્ડ એમ.ટી.ડાભીને સુરક્ષિત સોંપી દીધો હતો.

અહીં નોંધનીય છે કે આ પ્રકારના ઝેરી સાપો સાબરકાંઠામાં ભાગ્યે જ જોવા મળે છે. ખડચિતળો નામનો સાપ ભારતમાં સૌથી મોટા દાંત ધરાવતો ઝેરી સાપ માનવામાં આવે છે. ખાસ કરીને તે ગરમપ્રદેશોમાં વધુ જોવા મળે છે. રસેલ વાઈપર સાપ ખૂબ જ ગુસ્સાવાળો અને વીજળીની ઝડપે હુમલો કરનાર સાપ છે. તે ત્રણ થી ચાર ફૂટ દૂર ઝેરની પિચકારી મારી શકે છે. તેનું ઝેર ફક્ત માનવશરીરને જો અડકી જાય તો તે જગ્યા સુકાઈને સુસ્ક બની જાય છે.

Next Story