Connect Gujarat
ગુજરાત

ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યુ, વિવિધ 4 માર્ગો પરથી વરસાદી પાણી ઓસર્યા...

ડાંગ જીલ્લામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન, ડાંગ જિલ્લામાં સરેરાશ 72 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે

ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યુ, વિવિધ 4 માર્ગો પરથી વરસાદી પાણી ઓસર્યા...
X

ડાંગ જીલ્લામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન, ડાંગ જિલ્લામાં સરેરાશ 72 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે. જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા ચોવીસ કલાક દરમિયાન 55 મી.મી., વઘઇનો 130 મી.મી., સુબિર તાલુકાનો 61 મી.મી. અને સાપુતારા પંથકનો છેલ્લા 24 કલાકનો 42 મી.મી. મળી જિલ્લામાં કુલ 288 મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ 72 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.

ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ 6003 મી.મી. એટલે કે સરેરાશ 1500.75 મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે. છેલ્લા એકાદ સપ્તાહથી ડાંગમા ખાબકેલા સાંબેલાધાર વરસદ બાદ હવે અહીં વરસાદનુ જોર ઘટવા પામ્યું છે, ત્યારે અહીંનુ જમજીવન પણ પુનઃ રાબેતા મુજબ ધબકતુ થવા પામ્યુ છે. દરમિયાન ડાંગના પ્રવેશ માર્ગ એવા વઘઇના ઉબરે, નાની વઘઇ ખાતે વાંસદા-વઘઇ માર્ગ ઉપર ભરાયેલા વરસાદી પાણી ઓસરતા આ માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો થયો છે, જ્યારે છેલ્લા 4 દિવસથી ભારી ભુસ્ખલનને કારણે બંધ થયેલો સાપુતારા ઘાટ માર્ગ નાના વાહનો માટે સવારના પાંચ વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી શરૂ કરાયો છે. મોટા માલવાહક વાહનો, લક્ઝરી બસો જેવા વાહનો માટે હજુ પણ આ માર્ગ સુલભ ન હોય, તેવા વાહન ચાલકોને આ માર્ગનો ઉપયોગ નહીં કરવાની અપીલ કરવામા આવી છે.

Next Story