અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
રાજુલા તાલુકાના છતડીયા ગામે પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી.
BY Connect Gujarat Desk8 March 2022 3:46 PM GMT

X
Connect Gujarat Desk8 March 2022 3:46 PM GMT
રાજુલા તાલુકાના છતડીયા ગામે પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં મહીલા કોલેજની વિધાર્થિનીઓ તેમજ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ઉજવણી કરાઈ હતી. અને મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. અને દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ મહત્વ સમજાવ્યું હતું.
જેમાં નારાયણી અન્નપૂર્ણા, લક્ષ્મી, સરસ્વતી આ બધા જ નારીઓના અલગ-અલગ સ્વરૂપ છે. અને આ સંદર્ભમાં આજનો દિવસ એટલે નારીના અનેક બલીદાનો તેમજ કાર્યો, શૌર્યગાથાઓને યાદ કરી તેમનું સન્માન કરવાનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સહીત અનેક મહત્વો સમજાવવા આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં મહીલા કોલેજની એન.એસ.એસ. યુનીટની બહેનો તેમજ કોલેજ સ્ટાફ તેમજ પ્રાથમિક શાળાના સ્ટાફ સહિત લોકો હાજર રહ્યા હતાં.....
Next Story