જામનગર : કોરોનામાં મૃત્યુ પામનાર દિવ્ય આત્માઓના શાંતિ-મોક્ષ માટે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શાંતિયજ્ઞ યોજાયો

New Update

જામનગર શહેર અને જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મૃત્યુ પામનાર દિવ્ય આત્માઓના શાંતિ અને મોક્ષ માટે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે કોરોનાની પહેલી અને બીજી લહેર દરમ્યાન મૃત્યુ પામનાર સર્વે જ્ઞાતિના દિવ્ય આત્માઓની અંતિમ ક્રિયા અને ઉતર ક્રિયાની પ્રક્રિયા થઈ શકી ન હોય, ત્યારે જામનગર શહેર અને જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ તમામ દિવ્ય આત્માઓની શાંતિ અને મોક્ષ અર્થે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વે જ્ઞાતિના દિવ્ય આત્માઓને શાંતિ અને મોક્ષ મળે તેવી સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો દ્વારા વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.