Connect Gujarat
ગુજરાત

જામનગર : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે મનપા દ્વારા મુંબઈ ફાયર સર્વિસના 66 શહીદોને શ્રધ્ધાંજલિ...

તા. 14 એપ્રિલના 1944ના રોજ માલવાહક જહાજમાં આગના સમાચાર મળતાની સાથે મુંબઈ ફાયર સર્વિસના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા,

X

તા. 14 એપ્રિલના 1944ના રોજ માલવાહક જહાજમાં આગના સમાચાર મળતાની સાથે મુંબઈ ફાયર સર્વિસના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યા આગમાં શહિદ થતાં તેમની યાદમાં 14 એપ્રિલને નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઓળખાય છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ ખાતે શહેર ભાજપ અને મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર ડે તરીકે ઓળખાય છે. તા. 14 એપ્રિલ 1944ના રોજ એક માલવાહક જહાજમાં આગ ફાટી નીકળી હતી, ત્યારે આગના સમાચાર મળતાની સાથે જ મુંબઈ ફાયર સર્વિસના અધિકારીઓ અને ફાયર જવાનો સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન જહાજમાં વિસ્ફોટક સામગ્રીના કારણે 66 ફાયરમેનોએ જીવ ગુમાવ્યો હતો. આ 66 સૈનિકો શહિદ થતાં તેમની બહાદુરી અને સાહસની યાદમાં નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવે છે. આ તકે જામનગર શહેર ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ વિમલ કગથરા, મેયર બિના કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, ડીએમસી ભાવેશ જાની, ચીફ ફાયર અધિકારી કે.કે.બિશનોઈ સહિત ભાજપના કોર્પોરેટરો, કાર્યકરો અને ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Next Story