જામનગર : ભાગવત સપ્તાહમાં યોજાયેલ ડાયરામાં રાજકીય આગેવાનો પહોચ્યા, કલાકારો પર નોટોનો ઘોર વરસાદ

ધારાસભ્ય હકુભા જાડેજા આયોજિત ભાગવત સપ્તાહ અંતર્ગત યોજાયેલ ડાયરામાં રાજકીય લોકોને જમાવડા સાથે નોટોનો વરસાદ થયો હતો

New Update

જામનગર ખાતે ધારાસભ્ય હકુભા જાડેજા આયોજિત ભાગવત સપ્તાહ અંતર્ગત યોજાયેલ ડાયરામાં રાજકીય લોકોને જમાવડા સાથે નોટોનો વરસાદ થયો હતો

Advertisment

જામનગર ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે રાત્રે ડાયરાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. ડાયરામાં ગીતના સુર સાથે રાજકીય જમાવડો પણ જોવા મળ્યો હતો જેમાં મુખ્યત્વે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, વાસણ આહીર, જયેશરાદડિયા, કાંધલ જાડેજા, રમેશ ધડુક સહિત નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.

આ ઉપરાંત કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હકુભા જાડેજા દ્વારા એક મંચ પર સર્વે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કીર્તિદાન ગઢવી અને કિંજલ દવે દ્વારા ગીતના સુર રેલાતા ઉપસ્થિત લોકો સહિત નેતાઓએ દ્વારા પણ મન મૂકીને તેમના પર ઘોર રૂપિયાની નોટોનો વરસાદ કરાયો હતો. આ કાર્યક્રમ નિહાળવા શહેર પ્રમુખ ડો વિમલ કગથરા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારા, દિનેશ બાંભણીયા સહિત તમામ કોર્પોરેટર, પદાધિકારીઓ અને ભારે સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને આ ડાયરાની મજા માણી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: વાલિયા પોલીસ દ્વારા અસામાજિક તત્વોના ઘરે વીજ મીટરની ચકાસણી કરાય, રૂ.2 લાખ સુધીનો દંડ વસુલ કરાયો !

ભરૂચ જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોનુ લિસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય

New Update
IMG-20250521-WA0029
ભરૂચ જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોનુ લિસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય જે આધારે વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેઓના ઘરે વિજ કનેકશન બાબતે તપાસ કરવા માટે DGVCLના અધિકારીઓની ટીમ સાથે રાખી વાલીયા પોલીસ સ્ટેશનના અસામાજીક તત્વો જેમા ભાવેશભાઇ ભગુભાઇ વસાવા રહે ભરાડીયા તા. વાલીયા જી.ભરૂચ, વિક્કી ઉર્ફે વિકાશ ઉર્ફે વિકેશભાઇ રવિદાસભાઇ વસાવા રહે.ભમાડીયા તા-વાલીયા જી-ભરૂચ, સુનીલ ઉર્ફે સુખી ઉર્ફે ગટી મનહરભાઇ વસાવા રહે.ભમાડીયા તા.વાલીયા જી.ભરૂચ, લાલુભાઇ ઉર્ફે માયા ડોન અંબુભાઇ વસાવા રહે. ચમારીયા ગામ તા.વાલીયા જી.ભરૂચ, સતનામ ઉર્ફે ધર્મેશભાઇ નારસિંગભાઇ વસાવા રહે. વાલીયા હનુમાન ફળીયુતા. વાલીયાના ઘરે પોલીસ ટીમ સાથે DGVCL ના અધિકારીઓએ વિજ કનેકશન બાબતે ચેકીંગ કરતા તેઓના મકાનમાં વીજ અંગેની ગેરરીતિ બહાર આવી હતી.આથી પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેઓ પાસે રૂ.2 લાખ સુધીનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
Advertisment