Connect Gujarat
ગુજરાત

ભાજપના જ ઉમેદવાર બિપિન ગોતાને હરાવી જયેશ રાદડીયા ત્રીજીવાર ઇફ્ફકોના ડિરેક્ટર બન્યા

વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી

ભાજપના જ ઉમેદવાર  બિપિન ગોતાને હરાવી જયેશ રાદડીયા ત્રીજીવાર ઇફ્ફકોના ડિરેક્ટર બન્યા
X

ઇફ્ફ્કોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતાં ચૂંટણી યોજાઈ છે. આ જંગ ભાજપનો ભાજપ સામે જ જંગ થયો છે.ભાજપે બિપીન ગોતા (પટેલે)ને મેન્ડેટ આપ્યો હતું. પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે.

જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા. તેમજ હવે આવતીકાલે દિલીપ સંઘાણી ઇફ્ફકોના ચેરમન તરીકે બિનહરિફ થશે. (ઇફ્ફકો)ના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી.

ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી. ગુજરાતની એકમાત્ર બેઠક પરના ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં ચાર વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડીયાની જીત થઈ ગઈ છે.

Next Story