Connect Gujarat
ગુજરાત

જ્યુડિશિયલ કસ્ટડીમાં દેશમાં ગુજરાતમાં સૌથી વધુ 17ના મોત

જ્યુડિશિયલ કસ્ટડીમાં દેશમાં ગુજરાતમાં સૌથી વધુ 17ના મોત
X

દેશમાં ચાલુ વર્ષે 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોત પામનારાની સંખ્યામાં ગુજરાત 17 મોત સાથે આગળ છે. જ્યારે બીજાક્રમે મધ્યપ્રદેશ-ઉત્તરપ્રદેશ અનુક્રમે આઠ મોત પોલીસ કસ્ટડીમાં થયા હતા. છેલ્લા ત્રણ વર્ષ 2018-19,2019-20 અને 2020-21 ગુજરાતમાં અનુક્રમે 13,12 અને ચાલુ વર્ષે 17 લોકો મળીને 42 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા છે.લોકસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે, દેશમાં કસ્ટોડિયલ ડેથ મામલે સરકાર કોઈ ડેટા રાખે છે કે કેમ? જો હા તો છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસ અને જ્યુડિશિયલ કસ્ટડીના ડેટા જાહેર કરવા જોઈએ. આ મામલે સરકાર દ્વારા આ પ્રકારના મોત મામલે કોઈની જવાબદારી નકકી કરવા માટેની કોઈ કામગીરી કરી છે કે કેમ?લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે લેખિત જવાબ રજૂ કર્યો હતો. જેમાં છેલ્લા ત્રણ વર્ષના પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડીના આંકડા આપ્યા છે.

કેન્દ્રએ આપેલા આંકડા અનુસાર 2018-19માં દેશમાં કુલ 136 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા. જેમાં પ્રથમ ક્રમે ગુજરાતમાં સૌથી વધુ 13, બીજા ક્રમે મધ્ય પ્રદેશ 12, ઉત્તરપ્રદેશ 12, મહારાષ્ટ્ર 11, તમિલનાડુ 11, દિલ્હી 8, રાજસ્થાન 8, કર્ણાટક 7, અને આસામ, બિહાર, પંજાબ, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં 5-5 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા. જ્યારે અન્ય રાજ્યોમાં એકથી માંડીને ચાર આરોપીના મોત નિપજ્યા હતા.

વર્ષ 2019-20માં દેશમાં કુલ 112 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યા હતા. જેમાં સૌથી વધુ મધ્ય પ્રદેશમાં 14, ગુજરાત-તામિલનાડુમાં 12, દિલ્હીમાં 9, પશ્ચિમ બંગાળમાં 7, ઓરિસ્સામાં 6, પંજાબમાં 6, બિહારમાં 5, અને અન્ય રાજયોમાં એકથી માંડીને ચાર વ્યકિતઓ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામી હતી.

વર્ષ 2020-21માં દેશમાં 100 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા. જેમાં સૌથી વધુ ગુજરાતમાં 17, બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 13, ત્યારબાદ મધ્યપ્રદેશમાં 8, ઉત્તરપ્રદેશમાં 8, પશ્ચિમ બંગાળમાં 8. કર્ણાટકમાં 5, ઝારખંડમાં 5 અને બાકીના રાજ્યોમાં એકથી માંડીને ચાર વ્યક્તિના પોલીસ કસ્ટડીમાં મોતનો અહેવાલ લોકસભામાં રજૂ કર્યો હતો. પોલીસ વિભાગ દ્રારા આરોપીઓની સાથે અમાનવીય વર્તન કરાય કે ગુનો કબૂલાવવા માટે અમાનુષી વલણ અખ્ત્યાર કરાય ત્યારે પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતની ઘટનાઓ બને છે.

Next Story