જુનાગઢ : દિવાળીની રજાઓમાં ગિરનાર રોપ-વે ખાતે જામી લોકોની ભીડ, હજારો પ્રવાસીઓ વેઇટિંગમાં અટવાયા.

ગિરનાર રોપ-વે ઓથોરિટી દ્વારા ઓફલાઇન બુકિંગ બંધ કરી ઓનલાઈન બુકિંગ કરાવનાર પ્રવાસીઓને પ્રવેશ અપાતાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

New Update

દિવાળીના તહેવારોમાં જુનાગઢ ખાતે એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેની મજા માળવાનો લ્હાવો લેવા લોકોની ભારે ભીડ પણ જામી હતી. ગિરનાર રોપ-વે ઓથોરિટી દ્વારા ઓફલાઇન બુકિંગ બંધ કરી ઓનલાઈન બુકિંગ કરાવનાર પ્રવાસીઓને પ્રવેશ અપાતાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

એશિયામાં સૌથી વધુ લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુકત ગિરનાર રોપ-વે ખાતે દિવાળીની રજાઓમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઊમટ્યું છે. રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકોને પગથિયા ચઢ્યા વિના સરળતા સાથે ગિરનારની ટોચે લઈ જવામાં આવે છે. જોકે, દિવાળીની રજાઓ દરમ્યાન લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવતા લોકોએ રાહ જોવી પડી હતી, ત્યારે રોપ-વે ઓથોરિટી દ્વારા મર્યાદા કરતાં વધુ ટિકિટ વહેંચી નાખી હોવાના આક્ષેપ સાથે પ્રવાસીઓએ ભારે હંગામો મચાવ્યો હતો.

જુનાગઢ ગિરનાર રોપ-વે ખાતે પ્રવાસીઓનો ધસારો વધતા રોપ-વે ઓથોરિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઓફલાઇન બુકિંગ બંધ કરી દેવાતા 5 હજારથી વધુ પ્રવાસીઓ વેઇટિંગમાં અટવાયા હતા. આ સાથે જ ઓફલાઇન બુકિંગ બંધ કરી ઓનલાઇન બુકિંગ કરાવનાર પ્રવાસીઓનેજ એન્ટ્રી આપવામાં આવી હતી. ઉપરાંત જ્યાં સુધી ઓનલાઇન બુકિંગ ધરાવનાર લોકોનો ઘસારો ઓછો ન થાય ત્યાં સુધી ઓફલાઇન બુકિંગને બંધ રખાતા અનેક પ્રવાસીઓ રોષે ભરાયા હતા.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
Latest Stories