Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : કૃષિ યુનિવર્સિટી ખાતે આગાહીકારોની બેઠક, આ વર્ષે ૧૨થી ૧૪ આની વરસાદ વરસવાનું અનુમાન

આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે અંગે તમામ આગાહીકારો આગાહી કરી પોતાનો અનુભવ જણાવતા હોય છે.

X

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આગાહી કારોની બેઠક મળી જેમાં આ વર્ષે ૧૨થી ૧૪ આની જેટલો વરસાદ થાય તેવી આગાહીકારો દ્વારા અનુમાન કરવામાં આવ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં વસતા આગાહીકાર દ્વારા વરતારો નક્કી કરવામાં આવે છે.

આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે અંગે તમામ આગાહીકારો આગાહી કરી પોતાનો અનુભવ જણાવતા હોય છે. ત્યારે પશુ પક્ષીની બોલી, અખાત્રીજના દિવસે પવનનો વરતારો, તેવી જ રીતે આકાશમાં અને નક્ષત્રમાં થતા ફેરફારને આધારે આગાહીકારો વરસાદની આગાહી કરતા હોય છે..આ વર્ષે ૧૨ થી ૧૪ આની એટલે કે મધ્યમ ચોમાસુ રહેશે તેવી આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી ૪૮ જેટલા આગાહીકારોએ આગાહી કરી છે અને કૃષિ યુનિવર્સિટીમાં આગાહીઓ મોકલી આપી છે.આ વર્ષે ચોમાસુ ઓક્ટોબર માસમાં વિદાય લે તેવી આગાહી કાર દ્વારા આગાહી કરવામાં આવી છે.આ વર્ષે વરસાદ મધ્યમ રહેશે અને બાર આની જેવું વર્ષ રહેશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આમ આજે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા 12 આની વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Story