-
જૂનાગઢમાં બે કારના કાચ તોડીને રોકડની ચોરી
-
તસ્કરોએ કારમાંથી રૂ.4.25 લાખની ચોરીને આપ્યો અંજામ
-
બે જુદાજુદા સ્થળો અને બે કારમાંથી થઇ ચોરી
-
વાહનોથી ધમધમતા રસ્તા પર પાર્ક કારમાં થઈ ચોરી
-
LCB પોલીસ સહિતનો કાફલો તપાસમાં જોડાયો
જૂનાગઢમાં ભરચક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાર્ક કરેલી બે કારના કાચ તોડીને રૂપિયા 4 લાખ 25 હજારની ચોરીને અંજામ આપ્યો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.
જૂનાગઢમાં વાહનોની અવરજવરથી ધમધમતા જાંજરડા રોડ પર એક કાર પાર્ક કરવામાં આવી હતી,જોકે આ કાર અજાણ્યા તસ્કરોની નજરે ચઢી ગઈ હતી,અને તસ્કરોએ કારના ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને સીટ પર મુકેલા રૂપિયા 2 લાખની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.જ્યારે અન્ય બીજો એક બનાવ વંથલીના વાડલા ફાટક પાસે બન્યો હતો,જે ઘટનામાં પણ પાર્ક કરેલી કારનો ડ્રાઇવર સાઈડનો કાચ તોડીને ચોર રૂપિયા 2 લાખ 25 હજાર રોકડની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.આમ અડધો કલાકના સમયમાં જ બે સ્થળ પરથી જુદી જુદી બે કારના કાચ તોડીને રૂપિયા 4 લાખ 25 હજારની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, સર્જાયેલી ઘટનાને પગલે જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સહિતનો પોલીસ કાફલો દોડી આવીને તપાસમાં જોતરાયો હતો.