Connect Gujarat
ગુજરાત

ક્ચ્છ : સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરાયો

ઉનાળાની સિઝન તેમજ ઘાસચારાના થયેલ ભાવોમાં વધારાને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો.

ક્ચ્છ : સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરાયો
X

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. "સરહદ ડેરી" દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે વધારા બાદ બોનસ સહિત 745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પશુપાલકોને મળતા થસે જેમાં પ્રતિ લિટર પશુપાલકોને 7 ફેટના 52 રૂપિયા મળતા થશે. આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટરે 70 પૈસા વધારો થશે અને સરહદ ડેરીને દૈનિક 3 લાખ રૂપિયાનું ભારણ વધશે આ નવા ભાવો આગામી તારીખ 16/04/2022 થી લાગુ થશે.

પશુપાલકોને પશુપાલન પ્રત્યે હંમેશા હકારાત્મક મનોબળ પૂરું પાડતા જિલ્લા ભાજપા અધ્યક્ષ કેશુભાઈ પટેલ તેમજ જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડાની દૂધના ભાવો વધારવાના સૂચનને ધ્યાને લઈ તેમજ ગત તારીખ 04/03/2022 ના રોજ લાખોન્દ પ્લાન્ટ ખાતે સરહદ ડેરીમાં નિયમિત દૂધ ભરાવતા મંડળીઓ અને પશુપાલકો દ્વારા સરહદ ડેરીના ચેરમેનશ્રીને પ્રતિ લિટર 2 રૂપિયાનો ભાવ વધારા માટે માંગણી કરવામાં આવેલ જે અનુસંધાને સરહદ ડેરી દ્વારા 15/03/2022 થી 1.50 રૂપિયાનો વધારો કરેલ તેમજ આગામી તારીખ 16/04/2022 થી 70 પૈસાનો વધારો કરવાનો પશુપાલકો હિત લક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે એમ કુલ પશુપાલકોને 2.20 નો વધારો મળેલ છે.

ઉનાળાની ગરમીને કારણે પશુઓના દૂધમાં ઘટાડો આવતો હોય છે તેમજ ગરમીને કારણે દૂધ બગડતું પણ હોય છે તેમજ ઘાસચારના ભાવમાં વધારો, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારમાં ઘાસ તેમજ પાણીની તંગી વગેરે બાબતો ધ્યાને લઈ અને પશુપાલકોની લાગણીને માન આપી અને ભાવ વધારો કરવામાં આવ્યો છે જેનાથી પશુપાલકોની નુકશાનીમાં દૂધના ભાવો વધવાથી ઘટાડો થસે તેવી ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું.

વધુમાં સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે હાલમાં સરકારશ્રી દ્વારા આવતા દિવસોમાં ગરમી વધવાની શકયતાઓને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ છે તેવામાં પશુપાલકોમાં આત્મ મનોબળ રહે તેમજ પશુઓના વેચાણ અટકે તેમજ માઈગ્રેશન – સ્થળાંતરમાં ઘટાડો થાય તે માટે ઝડપથી નિર્ણય કરી અને આદેશ કરવામાં આવ્યો છે.

Next Story