ગુજરાતના ખલી આપમાં જોડાયા,રાજનીતિમાં અજમાવશે પોતાનું ભાગ્ય

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇ ગતિવિધિ તેજ થઇ છે ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રભૂત્વ જમાવવા માટે કોઇ કસર બાકી રાખવા માંગતા નથી.

New Update

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇ ગતિવિધિ તેજ થઇ છે ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રભૂત્વ જમાવવા માટે કોઇ કસર બાકી રાખવા માંગતા નથી. આપ પણ નેતાઓ પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરે છે ત્યારે આમ આદમી પાર્ટીમાં વધુ એક ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિ જોડાયા હોવાનું સામે આવ્યું છે.

Advertisment

ગુજરાતના ખલી તરીકે ઓળખાતા રવિ પ્રજાપતિ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમદાવાદમાં નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી રવિ પ્રજાપતિને આપમાં આવકાર્ય છે. રવિ પ્રજાપતિ પરિવાર સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આપમાં જોડાનાર રવિ એ ધોરણ 10 સુધીના અભ્યાસ બાદ રેસલિંગ અપનાવ્યું તેઓને ગુજરાતના ખલી તરીકે ઓળખવામાં આવે છે ભારતના જાણીતા કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીના તેઓ માનતા શિષ્ય છે ગ્રેટ ખલીની એકેડમીમાં તેમની અંગત દેખરેખ હેઠળ રોજ 16 કલાક ની પ્રેક્ટિસ કરી તૈયાર થયા છે રવિ પ્રજાપતિ ઇન્ટરનેશનલ મેચમાં અમેરિકન રેસલર ક્રિસ માસ્ટર ને હરાવી ચૂક્યા છે હવે તેઓ રાજનીતિમાં પોતાનું ભાગ્ય અજમાવશે. 

Advertisment
Latest Stories