Connect Gujarat
ગુજરાત

ખેડા : મતદાન જાગૃતતા અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી...

ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, ખેડા-નડીઆદના અધ્યક્ષ સ્થાને ELC – Electoral Litercy Clubની કમિટીની મીટીંગ યોજાઈ હતી.

ખેડા : મતદાન જાગૃતતા અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી...
X

ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, ખેડા-નડીઆદના અધ્યક્ષ સ્થાને ELC – Electoral Litercy Clubની કમિટીની મીટીંગ યોજાઈ હતી.

હાલમાં ખેડા જિલ્લામાં કુલ ૩૮૭ ELC શાળા/કોલેજોમાં કાર્યરત છે. જે મતદાર જાગૃતિની કામગીરી કરે છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં વધુમાં વધુ યુવા અને ભાવિ મતદારો સક્રિય ભાગીદારો નોંધાવે તે માટે જરૂરી મતદાર જાગૃતિના કાર્યક્રમ કરવા કમિટીના તમામ સભ્યોને સુચના આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓમાં તથા કોલેજોમાં મતદાર જાગૃતિ માટેની જુદી જુદી રમતો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ મતદારો પોતાની ફરજ નિયમીત રીતે બજાવે અને અચૂક મતદાર કરે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

Next Story