Connect Gujarat
ગુજરાત

ખેડા : ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાય...

જિલ્લા નિવાસી અધિક કલેકટર બી. એસ. પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રી-મોન્સુન કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ હતી.

ખેડા : ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાય...
X

આગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ઈન ચાર્જ અને ડી.ડી.ઓ મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા નિવાસી અધિક કલેકટર બી. એસ. પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રી-મોન્સુન કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ હતી.

અધ્યક્ષસ્થાનેથી ઈનચાર્જ કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને પ્રોએકટીવ રહી તમામ કામગીરીનું સ્વમુલ્યાંકન કરી યોગ્ય આયોજન, ડિટેલીંગ, અને યોગ્ય રિપોર્ટીંગ કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે તાલુકાવાર પ્રિ-મોન્સુન પ્લાન બનાવવા અંગે, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવા, બચાવ કામગીરીના સાધનોને અપડેટ કરવા, નિચાણવાળા અને પુર અસરગ્રસ્ત ગામોની યાદી બનાવી જે-તે વિસ્તારના લોકોને માહિતગાર કરવા સુચનો કર્યા હતા. આ ઉપરાંત પી.એચ.સી, સી.એ.ચસી તથા સ્થળાંતર કરવા માટે નક્કિ કરેલા સ્થળો ઉપર વીજ પુરવઠો ન ખોરવાય તથા ટેલીફોનીક સુવિધાઓ ન ખોરવાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. સ્થળાંતર માટે નક્કિ કરેલા વાહન વ્યવસ્થા તથા ડ્રાઈવરોની યાદી તૈયાર રાખવા જણાવ્યું હતું. આ સાથે નમી ગયેલા ઝાડ, વિજળીના થાંભલા, તાર, જર્જરીત મકાનો, હોર્ડીંગને તાત્કાલીક દુર કરી નદી, નાળા, ખુલ્લી ગટરોને કચરા રહીત કરવા સંબંધિત અધિકારીઓને સુચનો કર્યા હતા.

Next Story