Connect Gujarat
ગુજરાત

ખેડા : "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત નડિયાદ પોસ્ટ ઓફિસના સ્ટાફ દ્વારા તિરંગા રેલી યોજાય...

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ પોસ્ટ ઓફિસના સ્ટાફ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદ પોસ્ટ ઓફિસના સ્ટાફ દ્વારા તિરંગા રેલી યોજાય...
X

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ પોસ્ટ ઓફિસના સ્ટાફ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ભારત સરકાર દ્વારા "હર ઘર તિરંગા" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. "હર ઘર તિરંગા" અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા દરમિયાન તમામ નાગરીકને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ખેડા પોસ્ટલ ડિવિજન ઓફિસ સ્ટાફ અને નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષદ પરમાર, અધિક્ષક ડાકઘર ખેડા ડિવિઝન, અર્જુન ચાવડા, સીનીયર પોસ્ટમાસ્ટર નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ, તેમજ ડિવિજન ઓફિસ સ્ટાફ અને નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ સ્ટાફ આ રેલીમાં હાજર રહ્યા હતા. આ રેલી નડિયાદ હેડ પોસ્ટ ઓફિસથી શરૂ કરી અલગ અલગ વિસ્તારમાં પસાર થઇ હતી. આ રેલીના આયોજનનો મુખ્ય હેતુ ભારત સરકારના "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત દરેક નાગરિક તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે અને દરેક દેશવાસીઓમાં રાષ્ટ્ર ભાવના વધુને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકમાં પોતાના દેશ પ્રત્યે ગર્વ અને દેશપ્રેમ વધે તે છે.


Next Story