Connect Gujarat
ગુજરાત

ખેડા : કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નો મહેમદાવાદથી શુભારંભ કરાવ્યો

ગુજરાતમાં ૨૦ વર્ષની વિકાસ યાત્રા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે મેળવેલી વિશેષ સિદ્ધિઓની માહિતી મેળવી ગૌરવની લાગણી અનુભવી હતી

ખેડા : કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે વંદે ગુજરાત વિકાસયાત્રાનો મહેમદાવાદથી શુભારંભ કરાવ્યો
X

ખેડા જિલ્લામાં શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ મહેમદાવાદ ખાતેથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો.

ગુજરાતમાં ૨૦ વર્ષની વિકાસ યાત્રા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે મેળવેલી વિશેષ સિદ્ધિઓની માહિતી મેળવી ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને પ્રસ્થાન કરાવાયું હતું. ખેડા જિલ્લાના લોકોએ ઉમળકાભેર સરકારની વિકાસ યાત્રાના વધામણા કર્યા હતા. 'આઝાદીના અમૃત મહોત્સવ' અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની ભરેલી હરણફાળને જનજન સુધી પહોચાડવા માટે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના રથો તા. ૫થી તા. ૧૯ જુલાઈ દરમિયાન ગામે ગામ પરિભ્રમણ કરશે. જેના ભાગરૂપે ખેડા જિલ્લામાં પણ ત્રણ રથો ગામડે-ગામડે પરિભ્રમણ કરીને ખેડા જિલ્લા સહિત રાજ્યના છેલ્લા બે દાયકાના વિકાસની ઝાંખી કરાવશે. આ વિકાસ યાત્રા દરમ્યાન તા. ૫થી તા. ૧૯ જુલાઈ સુધી ૧૮ જેટલા વિવિધ વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ૧૫ દિવસ સુધી યોજાનાર આ વંદે ગુજરાત વિકાસ યાત્રાનો હેતુ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની પ્રતિકાત્મક ઉજવણી કરવાનો છે. આ ઉપરાંત વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર-પ્રસાર થકી જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા તથા કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, વિકાસકાર્યોનું લોકાર્પણ અને નવા કામોની જાહેરાત કરવા માટે આ વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story