Connect Gujarat
ગુજરાત

ખેડા : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વસહાય જૂથોને સામૂહિક લોન વિતરણ કરાય

ખેડા : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વસહાય જૂથોને સામૂહિક લોન વિતરણ કરાય
X

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અન્વયે સ્વસહાય જૂથોને સામૂહિક લોન વિતરણ અંગેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત બહેનોને જણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય બહેનોના સ્વપ્નાઓ સખી મંડળના માધ્યમથી સાકાર થઇ રહયા છે. આજે ૩૬૦ સ્વસહાય જુથોના ૩૬૬૦ સભ્યોને રૂા.૫૫૦ લાખની રકમની કેશ ક્રેડીટ એનાયત કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તેમજ ભારત સરકારના ૮ વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રૃહ નિર્માણ વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ગુજરાતની તમામ બહેનોને આત્મનિર્ભર કરવાનો ધ્યેય છે. વર્તમાન વડા પ્રધાન અને તત્કાલિન ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ રાજયમાં બહેનો સ્વમાનભેર જીવન જીવી શકે અને તેઓ આર્થિક રીતે સધ્ધર થાય તેવી અનેક યોજનાઓ અમલી બનાવી હતી. જેને યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ સરકાર અસરકારક રીતે અમલી બનાવીને ગ્રામ્ય બહેનોને સ્વમાનભેર જીવન જીવવા મા મદદરૂપ થઇ રહી છે. બહેનો-દિકરીઓ માટે અનેકવિધ યોજનાઓ છે તેનો મહત્તમ લાભ લેવા મંત્રીએ ઉપસ્થિત બહેનોને અપીલ કરી હતી.

Next Story