Connect Gujarat
ગુજરાત

ખેડા : કઠલાલની સરકારી વિનયન અને વાણિજય કોલેજ ખાતે હર ઘર તિરંગા સપ્તાહની રંગારંગ ઉજવણીનો પ્રારંભ

હર ઘર તિરંગા સપ્તાહની ઉજવણીમાં સંકલ્પ પત્રનું વાચન, પ્રતિજ્ઞા વાંચન અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતું માઈમ ભજવવામાં આવ્યું હતું.

ખેડા : કઠલાલની સરકારી વિનયન અને વાણિજય કોલેજ ખાતે હર ઘર તિરંગા સપ્તાહની રંગારંગ ઉજવણીનો પ્રારંભ
X

ખેડા જિલ્લાના કઠલાલ સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે તા. ૦૨/૦૮/૨૦૨૨ના રોજ આઝાદીકા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) તથા નાટ્યધારા અંતર્ગત હર ઘર તિરંગા સપ્તાહની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

હર ઘર તિરંગા સપ્તાહની ઉજવણીમાં સંકલ્પ પત્રનું વાચન, પ્રતિજ્ઞા વાંચન અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતું માઈમ ભજવવામાં આવ્યું હતું. પસ્તુત કાર્યક્રમમાં મામલતદારશ્રી કઠલાલ, રણજીતસિંહ મોરી, તાલુકા વિકાસ અધિકારી અમિત પટેલ તથા પોલીસ સબ ઈસ્પેકટર એસ.બી.દેસાઈ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મામલતદાર રણજીતસિંહ મોરીએ રાષ્ટ્રધ્વજના ઈતિહાસ વિષયક ચર્ચા કરી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અમિત પટેલે આઝાદીને અમૃત તરીકે ઓળખાવવાની બાબતને સુપેરે સમજાવી હતી. ઉપરાંત સમાંજ્સાસ્ત્ર વિભાગના અધ્યાપક તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. પરેશ પટેલ અને રાષ્ટ્રીય સેવા યોજનામાં સહ સંયોજક પ્રા. વૈશાલી મકવાણા દ્વારા કાર્યક્રમને અનુરુપ પ્રાસંગિક ઉદ્ધબોધન કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રા. અભીષેક દરજીએ કર્યું હતું અને કાર્યક્રમની આભારવિધિ સમાજ્સાસ્ત્રના અધ્યક્ષ ડો. પલ્લ્વિકા ભટ્ટે કરી હતી. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Next Story