Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આભાકાર્ડ બનાવવાની કામગીરીમાં 4.96 લાખ કાર્ડ બનાવી ખેડા જિલ્લો મોખરે...

વિકાસ અધિકારી શિવાની ગોયલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીની બેઠક યોજાઈ હતી.

રાજ્યમાં આભાકાર્ડ બનાવવાની કામગીરીમાં 4.96 લાખ કાર્ડ બનાવી ખેડા જિલ્લો મોખરે...
X

ખેડા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રેની કામગીરીની સમીક્ષા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા સરકારી આરોગ્યને લગતી યોજનાઓ પી.એમ.જે.એ વાય, આભા, ટેલીમેડીસીન, આર.સી.એચ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મમતા દિવસે આંગણવાડી કેન્દ્રોમાં આરોગ્ય સેવાઓ જેવી કે રસીકરણ, સગર્ભાબેનો તેમજ ધાત્રીમાતાઓને પોષણ સમતોલ આહાર આપવામાં આવે છે, તેની સમીક્ષા કરવામાં આવી હતી. સાથોસાથ બિન ચેપીરોગો નિદાન અને સારવારની કામગીરી અંગેની સમીક્ષા હાથ ધરવામાં આવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપરોક્ત કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા તમામ તાલુકા હેલ્થ ઓફિસરોને સૂચનાઓ આપવામાં આવી હતી. શિવાની ગોયલે જણાવ્યું કે જિલ્લામાં ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ લાભાર્થીને મળી રહે તે માટે જિલ્લાના આરોગ્ય સેવાના તમામ લાયઝન અધિકારીઓને પોતાના લાયઝન તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરના સંકલનમાં રહી તાલુકાની તમામ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી તેનું સુપરવિઝન મોનીટરીંગ અને જરૂરી માર્ગદર્શન પુરું પાડવા તાકીદ કરી હતી. ખેડા જિલ્લામાં આઇ.સી.ડી.એસ તરફથી જાહેર આરોગ્યની સુખાકારી માટે યોગ્ય ઉંમરે જ લગ્ન કરવા, પૂરતો સમતોલ આહાર જેમ કે, સગર્ભા તેમજ ધાત્રી માતાઓને માતૃશક્તિ, કિશોરીઓને પૂર્ણા શક્તિ 6 માસથી ઉપરના બાળકોને બાળ શક્તિ વગેરેનો લાભ લેવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Next Story