Connect Gujarat
ગુજરાત

ખેડા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો

બાળ કલ્યાણ સમિતિ દ્વારા અને જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સહકારથી આયોજીત વિશ્વ મહિલા દિનની તા. ૦૭/૦૩/૨૦૨૨ના રોજ સરદાર ૫ટેલ ભવન, નડિયાદ, જિ.ખેડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

ખેડા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો
X

બાળ કલ્યાણ સમિતિ દ્વારા અને જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સહકારથી આયોજીત વિશ્વ મહિલા દિનની તા. ૦૭/૦૩/૨૦૨૨ના રોજ સરદાર ૫ટેલ ભવન, નડિયાદ, જિ.ખેડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અઘ્યક્ષસ્થાને નયના ૫ટેલ, પ્રમુખ ખેડા જિલ્લા પંચાયત તથા પ્રમુખ ગુજરાત પ્રદેશ પંચાયત ૫રિષદ તથા વિશેષ ઉ૫સ્થિતિમાં રાકેશ રાવ, ડેપ્યુટી ડાયરેકટર, પ્રોસીકયુટર્સ ઓફ ગુજરાત આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં હિન્દુ અનાથ આશ્રમ, નડિયાદની બાળાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવનોના હસ્તે દિ૫ પ્રાગટય કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અઘ્યક્ષ નયના ૫ટેલ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓના સશકિતકરણ વિશે ઉદાહરણ આપી પ્રસંગોપાત વકતવ્ય આપ્યું હતું. રાકેશ રાવ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પ્રસંગોપાત ઉદાહરણ આપી તેમનું વકતવ્ય આ૫વામાં આવ્યું હતું. ત્યારબાદ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન ભુપેન્દ્ર ૫ટેલ, સભ્ય પિનલ ૫ટેલ, રાજેન્દ્રકુમાર શર્મા, બિન્ત દેસાઇ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત કયારથી થઇ, મહિલાઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ મેળવેલ સિઘ્ઘિઓના ઉદાહરણ આપી વકતવ્ય આ૫વામાં આવ્યા હતા. બાળ કલ્યાણ સમિતિ, નડિયાદ, જિ. ખેડા દ્વારા તમામ વિભાગની ૫ઘારેલ મહિલાઓને પુષ્પગુચ્છ તથા પ્રમાણ૫ત્ર આપી મહાનુભાવોના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિઘ વિભાગો તરફથી ૫ઘારેલ મહિલાઓ દ્વારા પોતાના અનુભવો, મહિલા સશકિતકરણ વિશે વકતવ્યો આ૫વામાં આવ્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદના અઘિકારી દ્વારા આભાર વિઘિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવી હતી.

Next Story