ખેડા : નડીઆદની હોસ્પિટલમાં સેવા આપતા સ્ટાદફને રેડક્રોસ સોસાયટી અને JCI દ્વારા જીવન જરૂરીયાતની કિટનું વિતરણ કરાયું

મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને પ્રેરણાથી કોરોનાની મહામારી દરમ્યાન દવાખાનામાં દર્દીઓની સાર સંભાર રાખતા સ્ટાણફ નર્સ સંવર્ગના કર્મચારીઓની સેવાને બિરદાવવા તેમના માટે એક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુાઓની કીટ ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે રેડક્રોસ પરિવાર, નડીઆદ તથા જે.સી.આઇ પરિવાર નડીઆદ વતી આપવામાં આવી હતી. જેનો શુભારંભ ખેડા જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણી તથા રેડક્રોસ ડિરેકટરોના હસ્તે કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ, તથા સ્ટાંફ નર્સો સંવર્ગના કર્મચારી તરીકે સેવાનો ઉદ્દેશ રાખી સતત રાત દિવસ દર્દીઓની સેવા કરતા અંદાજે ૬૪૦થી વધુ કર્મચારીઓને આ કીટ તેઓના ફરજના સ્થળે જઇ નડીઆદ રેડક્રોસ સોસાયટીના અધિકારી-પદાધિકારીઓ તથા જે.સી.આઇ. પરિવાર નડીઆદના પદાધિકારીઓ દ્વારા આપવામાં આવી રહી છે. આ પ્રેરણારૂપ કાર્યને જિલ્લા કલેક્ટરે બિરદાવી હતી અને અન્ય નામાંકિત સંસ્થાઓ પણ આ સરાહનીય કાર્યને અનુસરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નડિયાદ રેડક્રોસ સોસાયટીના ખજાનચી સુનિલ પટેલ, અનસુયા પટેલ, હિતેન્દ્રય દેસાઇ, સુભાષ વર્મા, મનીષ શાહ તથા જે.સી. સભ્ય નંદિશ પુરોહિત, હની મહેતા, જીનલ ગજ્જર, ઉમેશ ઢગટ અને નિખીલેશ પંડિતની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
અમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMTસુરેન્દ્રનગર : દસાડામાં ફુઆ ભત્રીજીનો સજોડે આપઘાત, પ્રેમી પંખીડાએ ઝાડ...
13 Aug 2022 4:45 PM GMT
સુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMTવડોદરા : સાવલી નજીકથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાય, ગુજરાત ATSએ કરોડો...
16 Aug 2022 12:29 PM GMTમોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ...
16 Aug 2022 11:58 AM GMT