Connect Gujarat
ગુજરાત

ખેડા : કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને જિલ્લા વેક્સિન સ્ટોરના નવીન મકાનનું ભૂમિપૂજન કરાયું...

ભારત સરકાર દ્વારા રાજ્યમાં મંજૂર કરવામાં આવેલ ૮ જિલ્લા પૈકીનો એક સ્ટોર ખેડા જિલ્લામાં અંદાજીત રૂ. ૧ કરોડના ખર્ચે આકાર પામશે.

ખેડા : કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને જિલ્લા વેક્સિન સ્ટોરના નવીન મકાનનું ભૂમિપૂજન કરાયું...
X

કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇના અતિથિ વિશેષ પદે તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ અને નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજન વાઘેલાની ઉપસ્થીતિમાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વેક્સિન સ્ટોરનું ભૂમીપૂજન કરવામાં આવ્યું હતું.

વેક્સિન સ્ટોરમાં ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સર્ગભા માતા અને બાળકો માટેની વિવિધ રસી (હીપેટાઇટીસ-બી, બીસીજી, પેન્ટાવેલન્ટ, રોટા વાઇરસ, પોલીયો, ડીપીટી, એમ.આર, ટી.ડી, આઇપીવી પીસીવી)ના બફર સ્ટોકનો નિયત તાપમાનમાં સંગ્રહ કરવામાં આવશે, જેનો જરૂરીયાત મુજબ જિલ્લાના ૭૯ કોલ્ડ ચેઇન પોઇન્ટસ ખાતે વિતરણ કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા રાજ્યમાં મંજૂર કરવામાં આવેલ ૮ જિલ્લા પૈકીનો એક સ્ટોર ખેડા જિલ્લામાં અંદાજીત રૂ. ૧ કરોડના ખર્ચે આકાર પામશે. આ જિલ્લા વેક્સિન સ્ટોરનું બાંધકામ પી.આઇ.યુ. દ્વારા પુર્ણ કરવામાં આવશે.

આ વેકસીન સ્ટોરમાં 2-DEEP FRIZE 13-ILR, 5-COLD BOX વેક્સિન સ્ટોરેજ માટે સાધન સામગ્રી ઉપલબ્ધ હશે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. વી.એ.ધ્રુવેએ કાર્યક્રમની શરુઆતમાં સ્વાગત પ્રવચન કરી જિલ્લા વેકસીન સ્ટોર વિશે સૌને માહીતગાર કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લાના આરોગ્ય સ્ટાફ દ્વારા કોરોના કાળમાં કરેલ કામગીરીની પ્રશંસા કરી હતી. પંકજ દેસાઇએ આરોગ્ય સ્ટાફ દ્વારા જીવના જોખમે કોરોના કાળમાં કરેલ કામગીરી અને કોવીડ વેકસીનેશન કામગીરીની સરાહના કરી હતી.

ડીડીઓ શીવાની ગોયલ અગ્રવાલે આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આભાકાર્ડની કામગીરીમાં સમગ રાજયમાં ખેડા જિલ્લો પ્રથમ ક્રમે છે. ઝુંબેશ સ્વરુપમાં દરેક કામગીરી આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. સમ્રગ કાર્યક્રમનું આયોજન આરોગ્ય વિભાગ અને પી.આઇ.યુ દ્વારા કરવામાં આવ્યું હતું.

Next Story