Connect Gujarat
ગુજરાત

ખેડા : કેન્દ્રીય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરાયું...

અનસંગ હીરોના સન્માન સમારોહ કાર્યક્રમ દ્વારા નવી પેઢીના યુવાનો માટે રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર ગૌરવ વધારવાની અમૂલ્ય તક મળે છે.

ખેડા : કેન્દ્રીય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરાયું...
X

કેન્દ્રીય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, ખેડા દ્વારા આયોજિત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સ્વાતંત્રસેનાનીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ તા. ૦૫/૦૭/૨૦૨૩ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે જિલ્લા સેવા સદન, નડિયાદ ખાતે યોજાયો હતો.

આ સન્માન સમારોહમાં સ્વાતંત્ર સેનાનીઓના પરિવારજનોનું કેન્દ્રીય સંચાર રાજ્યકક્ષા મંત્રી દેવુંસિંહ ચૌહાણ દ્વારા મોમેન્ટો આપી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તથા સ્વાતંત્ર સેનાનીઓના પરિવારજનો દ્વારા સ્વતંત્રતાની લડતના સંઘર્ષ સંસ્મરણોને યાદ કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં આઝાદીની લડતમાં ભાગ લેનારા ખેડા જિલ્લાના સ્વાતંત્ર સેનાનીઓમાં કઠલાલના મોહનલાલ કામેશ્વર પંડ્યા (ડુંગળીચોર)ના પૌત્ર અરૂણભાઇ પંડ્યા, કપડવંજના ધનવંતલાલ માણેકલાલ શ્રોફના પુત્ર કાર્તિકભાઈ શ્રોફ, મહેમદાવાદના સવિતાબેન વાઘજીભાઈ પટેલના પુત્ર જીતુભાઈ પટેલ તથા નરસંડા નડિયાદના મણીબેન મહીજીભાઈ પટેલ અને તેમના પુત્રી જયશ્રીબેન પટેલ હાજર રહ્યા હતા.

સ્વાતંત્ર સેનાનીઓના સન્માન સમારોહ કાર્યક્રમનું મહત્વ સમજાવતા કેન્દ્રીય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું કે, અનસંગ હીરોના સન્માન સમારોહ કાર્યક્રમ દ્વારા નવી પેઢીના યુવાનો માટે રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર ગૌરવ વધારવાની અમૂલ્ય તક મળે છે. ખેડા જિલ્લાના અંનસંગ હિરોએ તેઓની ફરજ તરીકે આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપી અને કોઈપણ પ્રકારની કીર્તિથી દુર રહેવાનું પસંદ કર્યું. પણ જ્યારે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે હવે આપણી ફરજ છે કે, ૭૫ વર્ષ પછી આ અંનસંગ હિરો એટલે કે, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવે અને તેમના આશીર્વાદ લેવામાં આવે. આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, પ્રાંત અધિકારી નડિયાદ જે.એમ.ભોરણીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનો અને સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story