કચ્છ : હરામી નાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની બોટ મળી આવી, નાસી છૂટેલા માછીમારોની શોધખોળ શરૂ...

કચ્છ જિલ્લાના સીમા સુરક્ષા દળ દ્વારા હરામી નાળા વિસ્તારમાંથી 3 જેટલી પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે, જ્યારે બોટ મૂકીને નાસી છૂટેલા માછીમારોને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, BSF ભુજની પેટ્રોલિંગ ટીમે હરામી નાળા વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને કેટલાક માછીમારોની હિલચાલનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક હરામીનાળા વિસ્તારમાં પહોંચી 3 જેટલી પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી હતી. જોકે, BSFની પેટ્રોલિંગ ટીમને તેમની તરફ આવતી જોઈ માછીમારો બોટ છોડીને નાસી ગયા હતા, જ્યારે બોટ મૂકીને નાસી છૂટેલા માછીમારોને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બોટની સઘન તપાસ કરતાં તેમાંથી માછલી, માછીમારીની જાળ સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે, બોટમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી, ત્યારે હાલ તો આ બનાવના પગલે સર્ચ ઓપરેશનમાં માછીમારો ઝડપાયા બાદ વધુ હકીકતો બહાર આવે તેમ છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ : પત્નીએ જ આપી પતિની હત્યા માટે સોપારી, વસ્ત્રાલમાં થયેલ હિટ...
4 July 2022 3:37 PM GMTગાંધીનગર : PM મોદીના હસ્તે ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો દેશવ્યાપી...
4 July 2022 2:16 PM GMTઅંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા નવા હોદ્દેદારોની વરણી...
4 July 2022 2:04 PM GMTભરૂચ : કુકરવાડાની વિધવાની છેડતી અને મારી નાખવાની ધમકીની ફરિયાદમાં...
4 July 2022 12:35 PM GMTભરૂચ : ઝઘડીયાના અવિધા ગામે આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો,...
4 July 2022 12:34 PM GMT