Connect Gujarat
ગુજરાત

કચ્છ : ઉનાળાના આરંભે જ લોકો પરસેવે રેબઝેબ થયા, હજુ 2 દિવસ રહેશે હિટવેવ...

રાજ્યમાં સૌથી વધુ ગરમી હાલ કચ્છ જિલ્લામાં પડી રહી છે. ઉનાળાના આરંભે જ ગરમીનો પારો 40 ડીગ્રીએ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

X

રાજ્યમાં સૌથી વધુ ગરમી હાલ કચ્છ જિલ્લામાં પડી રહી છે. ઉનાળાના આરંભે જ ગરમીનો પારો 40 ડીગ્રીએ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી હિટવેવ વચ્ચે હજુ પણ 2 દિવસ સુધી સૂર્યનારાયણનો આકરો મિજાજ યથાવત રહેશે. સપ્તાહ દરમ્યાન કચ્છમાં અધિકત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. સાથે જ હિટવેવની આગાહી હોવાનું ભુજના હવામાન ડાયરેક્ટરે જણાવ્યું હતું. કચ્છમાં સપ્તાહ દરમ્યાન રવિનો પ્રકોપ વધી શકે છે, અને અધિકત્તમ તાપમાન અને ન્યૂનત્તમ તાપમાનમાં પણ વધઘટ રહે તેવી સંભાવના છે. ઉપરાંત પવનની ગતિ પ્રતિ કલાક 2થી 3 કિમીની રહેશે. સાથે જ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન કચ્છના પાટનગર ભુજમાં નોંધાયું હોવાનું પણ હવામાન ડાયરેક્ટરે જણાવ્યું હતું.

Next Story