Connect Gujarat
ગુજરાત

કચ્છ : BSFનું મેગા ઓપરેશન, 11 બોટ સાથે 6 પાકિસ્તાની ઝડપાયા...

હરામીનાળા વિસ્તારમાં BSF દ્વારા મેગા ઝુંબેશ હાથ ધરીને છેલ્લા 34 કલાકથી પાકિસ્તાની નાગરિકો સાથે ઘૂસણખોરોને પકડવામાં આવી રહ્યા છે

કચ્છ : BSFનું મેગા ઓપરેશન, 11 બોટ સાથે 6 પાકિસ્તાની ઝડપાયા...
X

કચ્છના સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાં BSF દ્વારા મેગા ઝુંબેશ હાથ ધરીને છેલ્લા 34 કલાકથી પાકિસ્તાની નાગરિકો સાથે ઘૂસણખોરોને પકડવામાં આવી રહ્યા છે, ત્યારે આ માટે BSFની ટીમોના ધાડે ધાડા સરહદે ખડકી દેવાયા છે.

હરામીનાળા ક્રિક વિસ્તારમાં એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લઈને BSF દ્વારા વધુ એકવાર પાકિસ્તાનની નાપાક કરતૂતનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અત્યારસુધી 11 પાકિસ્તાની બોટ અને 6 જેટલા શખ્સોને ઝડપી લેવાયા છે. એમ કહેવાય છે કે, BSF ગુજરાતના કચ્છ કાંઠેની આ સૌથી મોટું ઓપરેશન છે. અત્યારસુધી માત્ર એકલ દોકલ બોટ ઝડપાતી હતી. પરંતુ આ વખતે મેગા સર્ચ અભિયાનમાં 11 બોટ સાથે ક્રિક એરિયામાં છુપાયેલા શખ્સોને પણ ઝડપી લેવાયા છે. સાથે જ હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. BSF ગુજરાતના આઈજી જી.એસ.મલિકના સીધા નેતૃત્વમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જોકે, હવે આઈજી જી.એસ.મલિક દ્વારા આ મુદ્દે સતાવાર માહિતી પણ આપવામાં આવશે.

Next Story