કચ્છ : નખત્રાણાથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી હરિભક્તોએ યોજી ભવ્ય “ધ્વજ યાત્રા”

કચ્છ જિલ્લાના નખત્રાણાથી બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ભવ્ય ધ્વજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.

New Update
  • પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હરિભક્તો દ્વારા આયોજન

  • કચ્છના નખત્રાણાથી બોટાદના સાળંગપુર સુધી યાત્રા

  • કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ધ્વજ યાત્રા યોજાય

  • 125 મોટરસાયકલ સાથે 250 ભક્તો સાળંગપુર પહોચ્યા

  • કષ્ટભંજન હનુમાનજી મંદિરના શિખર પર ધ્વજ ચડાવ્યો

કચ્છ જિલ્લાના નખત્રાણાથી બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ભવ્ય ધ્વજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.

હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કચ્છ જિલ્લાના નખત્રાણાના હરિભક્તો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના નખત્રાણાથી બોટાદના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ભવ્ય ધ્વજ યાત્રા યોજાય હતી. 125 મોટરસાયકલ સાથે ધ્વજ લઈને 250 હરિભક્તો સાળંગપુર પહોચ્યા હતાજ્યાં ભક્તિભાવ સાથે યુવાનોએ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના શિખર પર ધ્વજ ચડાવ્યો હતો. યુવાનોની આ રેલી કચ્છમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતીજ્યારે નખત્રાણાથી નીકળેલા યુવાનો મોડી રાત્રે સાળંગપુર પહોચ્યા હતા. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ રેલીમાં ઉપસ્થિત તમામ યુવાનોને આશીર્વચન આપ્યા હતા.

Latest Stories