Connect Gujarat
ગુજરાત

કચ્છ : ગાંધીધામના શિવાજી પાર્ક સ્થિત શિવાજી મહારાજની પ્રતિમાને કર્તવ્ય ગૃપ દ્વારા ફુલહાર અર્પણ કરાયા

સર્વ પ્રથમ રાષ્ટ્ર, પછી ગુરુ, માતા-પિતા અને પરમેશ્વર… જે વ્યક્તિ સ્વરાજ અને પરિવાર બન્નેમાં સ્વરાજને પસંદ કરે છે, એને જ સાચો નાગરિક કહેવાય છે,

કચ્છ : ગાંધીધામના શિવાજી પાર્ક સ્થિત શિવાજી મહારાજની પ્રતિમાને કર્તવ્ય ગૃપ દ્વારા ફુલહાર અર્પણ કરાયા
X

સર્વ પ્રથમ રાષ્ટ્ર, પછી ગુરુ, માતા-પિતા અને પરમેશ્વર… જે વ્યક્તિ સ્વરાજ અને પરિવાર બન્નેમાં સ્વરાજને પસંદ કરે છે, એને જ સાચો નાગરિક કહેવાય છે, ત્યારે આજે મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની 392મી જન્મજયંતિની કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

કચ્છ જિલ્લામાં આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની 392મી જન્મજયંતિ નિમિતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીધામ શહેર સ્થિત શિવાજી પાર્ક ખાતે કર્તવ્ય ગૃપના તમામ સભ્યો દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. શિવાજી મહારાજને બહાદૂર, બુદ્ધિશાળી, બહાદૂરીથી ભરેલા અને ઇતિહાસના મહાન રાજા તરીકે પૂજા કરવામાં આવે છે. શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને હંમેશા ન્યાય મળતો હતો અને જેથી જ આજે પણ તેઓને લોકોનો રાજા કહેવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ એ ભારતીય રાજ્ય મહારાષ્ટ્રનો વિશેષ તહેવાર છે. મહાન મરાઠા શાસક શિવાજી મહારાજની આજે જન્મજયંતિ અવસરે ઠેર ઠેર પુષ્પાંજલિ અને રેલી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે, ત્યારે મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની આજે 392મી જન્મજયંતિની કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

Next Story