Connect Gujarat
ગુજરાત

કચ્છ: ધુળેટી પૂર્વે જિલ્લામાં પોલીસે છેલ્લા દસ દિવસમાં એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

છેલ્લા દસ દિવસની વાત કરીએ તો કચ્છના પ્રવેશદ્વાર સમા સામખયારીથી માંડીને ગાંધીધામ સુધીના વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવીને દારૂ ઝડપી પાડયો છે.

કચ્છ: ધુળેટી પૂર્વે જિલ્લામાં પોલીસે છેલ્લા દસ દિવસમાં એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
X

દર વર્ષે એક યા બીજી રીતે બુટલેગરો દારૂનો જથ્થો મંગાવતા હોય છે ત્યારે આ વખતે પણ ધૂળેટી પૂર્વે લાખો રૂપિયાનો દારૂ કચ્છ જિલ્લામાં મંગાવ્યો હતો. પોલીસે આ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હોય તેમ લાખો રૂપિયાનો દારૂ અત્યાર સુધી ઝડપાયો છે. છેલ્લા દસ દિવસની વાત કરીએ તો કચ્છના પ્રવેશદ્વાર સમા સામખયારીથી માંડીને ગાંધીધામ સુધીના વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવીને દારૂ ઝડપી પાડયો છે. આડેસર, અંજાર, ગાંધીધામ, આદિપુર, ખેડોઈ, ભચાઉ અને રાપર સહિતના વિસ્તારોમાં પૂર્વ કચ્છ પોલીસે દારૂ ઝડપી પાડયો છે.છેલ્લા દસ દિવસમાં એક કરોડથી વધુનો દારૂ ઝડપાયો ચૂકયો છે

Next Story