Connect Gujarat
ગુજરાત

કચ્છ : રાજ્યના આ રણમાં છે એક લાખ કરતાં વધારે ચકલીઓ....

કચ્છ : રાજ્યના આ રણમાં છે એક લાખ કરતાં વધારે ચકલીઓ....
X

શહેરી વિસ્તારોમાં મોબાઇલ ટાવરોના રેડીયેશને ચકલીઓનું અસ્તિત્વ જ ખતમ કર્યુ, જ્યારે કચ્છના નાના રણમાં એક લાખથી વધુ ચકલીઓનું સામ્રાજ્ય

એક સમયે ચણવા માટે મોટા ભાગના ફળીયામાં કલબલાટ કરતી ચકલીઓ આજે લૂપ્ત થઇ ગઇ છે. આજે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે કચ્છના નાના વેરાન રણમાં એકલ-દોકલ નહીં પરંતુ એકાદ લાખથી પણ વધારે હોવાની વિગતો સામેં આવી છે. જ્યારે શહેરી વિસ્તારોમાં મોબાઇલ ટાવરોના રેડીયેશનના લીધે જ ચકલીઓનું અસ્તિત્વ જ ખતમ થયું છે. એ પણ નરી વાસ્તવિકતા છે.

એક સમયે ચીં....ચીં.....કરી મોટાભાગના ઘરના ફળિયાની શોભા વધારતી ચકલીઓ ધીમેં ધીમેં હવે સાવ લૂપ્ત થઇ રહી છે. આજે 20મી માર્ચે "વિશ્વ ચકલી દિવસ"ની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે શહેરી વિસ્તારોમાં સુવિધાના નામેં રેડીયેશન ઓકતા મોતના મિનારા સમાન મોબાઇલ ટાવરોએ ચકલીઓનું અસ્તિત્વ જ ખતમ કરી નાખ્યું છે. આ અંગે ડી.આર.ડી.ઓ. રિસર્ચ સેલ દ્વારા કરાયેલા રિસર્ચમાં ચોંકાવનારી હકિકતો સામેં આવી કે, ઘર ચકલી શહેરોમાં ગાયબ થવા પાછળ ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડીયેશન કારણભૂત છે. આ માઇક્રોવેવ્સ લિક્વટીની બનેલી બોડીમાં તરત પ્રવેશી ઓવન જેવું કામ કરે છે. જેથી અબોલ ચકલીઓની જાત આ સહન કરી શકતા અકાળે મોતને ભેટે છે.


આ અંગે વૈજ્ઞાનિકો જણાવે છે કે, ચકલી જ્યારે ટાવરના 10-15ની ત્રિજ્યામાં પ્રજનન કે ઇંડા મૂકે છે, ત્યારે અવિકસીત ગર્ભસમુ પક્ષી લાંબુ જીવી શકતું નથી. અને ઇંડુ ફાટી જાય છે. આથી એક સમયે ઘરના ફળિયાની શોભા વધારતી ચકલીઓ ધીમે-ધીમે લૂપ્ત થઇ રહી છે. બીજી બાજુ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં એક લાખથી પણ વધારાની સંખ્યામાં ચકલીઓ હોવાનું ખુદ વનવિભાગના અધિકારીઓ જણાવે છે. આ અંગે બજાણા ઘૂડખર અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઇ રાઠવા જણાવે છે કે, રણમાં કલબલાટ કરી શોભા વધારતી એક લાખથી પણ વધારેની સંખ્યાની ચકલીઓનો કલબલાટથી વાતાવરણ દિપી ઉઠે છે.

પાટડી ખાતે આવેલી શ્રી રઘુવિર સિંહજી પ્રાથમિક શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ ઝાલાએ રણકાંઠા વિસ્તારમાં લૂપ્ત થઇ રહેલી ચકલીઓને બચાવવા રણપ્રદેશમાં 'ચકલી બચાવો'ની સાથે 'ચકલી વસાવો'નું અનોખું અભિયાન શરૂ કરી સુંદર પક્ષી ઘર બનાવવાની સાથે લોક જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે.

Next Story