Connect Gujarat
ગુજરાત

ગુજરાતના આ મંત્રીનું પત્તું કપાવાના ડરથી મોટી ઉથલપાથલ, સમર્થકો શહેર બંધ કરાવવા નીકળ્યા

ગુજરાતના આ મંત્રીનું પત્તું કપાવાના ડરથી મોટી ઉથલપાથલ, સમર્થકો શહેર બંધ કરાવવા નીકળ્યા
X

આજે મંત્રીઓનો શપથ સમારોહ યોજાવાનો છે ત્યારે ભાજપ દ્વારા નો રિપિટેશનના નિર્ણય લેવામાં આવતા કેટલાક મંત્રીઓનું પત્તુ કપાઈ જવાનો ડર મંત્રીઓને સતાવી રહ્યો છે ત્યારે મંત્રી કુંવરજી બાવળિયાના સમર્થકો દ્વારા આજે વીંછીયા શહેરમાં બંધ પાળવામાં આવ્યો હતો.

બાવળિયાના હોમ ગ્રાઉન્ડમાં સ્થાનિકો દ્વારા કુંવરજી બાવળીયાના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે તેમના સમર્થકો દુકાનો બંધ કરાવવા નિકળ્યા છે. ભાજપ મોવડી મંડળે નો રિપિટેશનના થિયરી લાગુ કરતા જુના જોગીઓને બદલે હવે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવનાર છે ત્યારે જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળતા તેમનામાં નારાજગી જોવા મળી રહી છે.

મંત્રી કુંવરજી બાવળીયાના સમર્થકોએ વિરોધ દર્શાવતા સ્વાચ્છિક બંધ પાળવા નિકળ્યા હતા. આ ધારાસભ્યોનું મંત્રીઓનું મંત્રી પદ જશે તેવાં સંકેત મળતા જ બાવળિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરાવવા માટે તેમના સમર્થકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે, મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મંત્રી પદે બેઠેલા નેતા કુંવરજી સર્વસ્વ મુકી ભાજપમાં આવ્યા છતા અન્યાયની લાગણી પેદા થતાં આ મંત્રીને ન ઘરના ન ઘાટના જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવે તેવો મંત્રીઓને ડર સતાવી રહ્યો છે.

એક તો પહેલાથી જ ભાજપના કાર્યકરો પેરાસુટ નેતાઓને લઈને નારાજ છે તેમાંય ભાજપ મોવડીમંડળના નો રિપીટનો ખેલથી મોટી દ્વિધામાં મુકાયા છે.

Next Story