Connect Gujarat
ગુજરાત

મહીસાગર : સંતરામપુરના સુફી આશ્રમ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

આરોગ્યની તપાસ સાથે દવાનું વિતરણ કરાયું.

મહીસાગર : સંતરામપુરના સુફી આશ્રમ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
X

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના સમયમાં ઉર્ષ મુબારકમાં લોકોની સેવા કરી તેમને બીમારીઓથી સીફા મળે તેવા ઉમદા હેતુંથી સરકાર કુતબુલ ઓલિયાના 26મા ઉર્ષ મુબારક નિમિત્તે ખાન કા હૈ મેફીલ એ હસની મન્સુરી યા આશ્રમ સંતરામપુર ખાતે હુઝુર સાહીબે સજજાદા સૈયદ વસિમુરર રહેમાન શાહ ઉર્ફે જુગનું મિયા તાહજુલ અશફિયાના આદેશ મુજબ મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મફત સર્વરોગ નિદાન કેમ્પના આયોજનમાં સંતરામપુરના તબીબ ડો. મોહંમદ રફી, ડો. આરીફ એ. દાઉદ, ડો. મોહંમદ ફેજાન આખલિ, ડો. માહીર એમ. દાઉદ સાથે દાહોદના ડી.એચ.એમ.એસ. ડો. નરેન્દ્ર બસેર, ડો. પ્રભાત યાદવ, ડો. જીનલ ટેલર સહિતના તબીબોની ટીમ દ્વારા 100થી વધુ દર્દીઓના આરોગ્યની તપાસ કરી જરૂરી દવા આપવામાં આવી હતી.

ડો. નરેન્દ્ર બસેરે જણાવ્યું હતું કે, આ ખૂબ જ ઉમદા કાર્ય છે. કોરોના કાળમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પુરુષને ખાવા-પીવાની જગ્યાએ સામાન્ય વ્યક્તિની મદદ કરી એમના દુઃખમાં સહભાગી થવા માટે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે, તે ખૂબ જ સરાહનીય કામગીરી છે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં કોવીડ-19 નિયમ મુજબ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. આરીફ દાઉદે કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ તબીબોના સેવાકાર્ય બદલ ડો. મોહંમદ રફી કોઠારીએ આભાર વિધિ કરી હતી.

Next Story