મહીસાગર : ત્રીજી લહેરના ભણકારા વચ્ચે શાળાએ આવતા વિદ્યાર્થીઓના RTPCR-કોરોના ટેસ્ટ શરૂ કરાયા

રાજ્યની શાળાઓમાં ધો. 6થી 12ના ઓફલાઇન વર્ગો શરૂ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વાગતા દહેશત.

New Update

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ધોરણ 6થી 12ના ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સતત વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવામાં રહી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના RTPCR સહિત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

Advertisment

સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ નહિવત થતાં ધોરણ 6થી 12 સુધીના શાળા વર્ગોને પુનઃ શરૂ કરવા રાજ્ય સરકાર મંજૂરી આપી છે, ત્યારે મહીસાગર જિલ્લામાં વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ઓફલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જોકે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વાગતા હવે કોરોના બાળકો માટે પણ ઘાતક હોવાના અહેવાલ આવી રહ્યા છે, ત્યારે મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડામાં આવેલ વિવિધ શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.

આ સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં જઈને બાળકોના કોરોના ટેસ્ટ સહિત હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જોકે, અત્યાર સુધી એકપણ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નહીં આવતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisment