Connect Gujarat
ગુજરાત

તાપી રિવર લિંક પ્રોજેક્ટ અને ઝીંક મિલ વિરોધ મામલે આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાય...

લાંબા સમયથી ચાલતા આ વિરોધમાં આદિવાસીઓની માંગ છે કે, આ મુદ્દે સરકાર સ્વેતપત્ર જાહેર કરે.

તાપી રિવર લિંક પ્રોજેક્ટ અને ઝીંક મિલ વિરોધ મામલે આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાય...
X

તાપી રિવર લિંક પ્રોજેક્ટ અને સોનગઢના ડોસવાળા ગામે આવનાર ઝીંક મિલ વિરોધ મામલે તાપીના સોનગઢ મુકામે વિશાળ આદિવાસીઓનું વિશાળ સંમેલન બાદ મોટી સંખ્યામાં આદિવાસી નૃત્ય અને નાચગાન સાથે રેલી નિકળી હતી. તાપી રિવર લિંક પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરાયો હોવાના સરકારના દાવા વચ્ચે આદિવાસીઓ દ્વારા ફરી એકવાર તાપીના સોનગઢમાં આદિવાસીઓનું મોટું સંમેલન અને રેલી યોજાય હતી. આ વિરોધના વંટોળમાં વેદાંતા હિન્દુસ્તાન ઝીંકનો પણ વિરોધ આદિવાસી સંગઠનો દ્વારા કરાયો હતો.

લાંબા સમયથી ચાલતા આ વિરોધમાં આદિવાસીઓની માંગ છે કે, આ મુદ્દે સરકાર સ્વેતપત્ર જાહેર કરે. તો બીજી તરફ આ વિરોધમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, નિઝર ધારાસભ્ય સુનિલ ગામીત, વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. આ સંમેલન કોંગ્રેસ પ્રેરિત હોવા અંગેની અટકળો વચ્ચે ધારાસભ્ય અનંત પટેલે કંઈક આમ જણાવ્યું હતું કે, આ વેળાએ ઉપસ્થિત મહિલાઓએ 11,111 પોસ્ટકાર્ડ પ્રધાન મંત્રી મોદીને લખીને પોતાની વેદના વ્યક્ત કરી હોવાનું જણાવ્યું હતું. આ વિરોધમાં તાપી, ડાંગ, નવસારી, સુરત જિલ્લાના આદિવાસી સંગઠનના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Next Story