ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત,ક્યાંક ઝરમર તો ક્યાંક અતિભારે વરસાદ ખાબક્યો

હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ તો અન્ય 16 જિલ્લામાં ભારે વરસાદ થવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

New Update
  • રાજ્યમાં વરસાદની તોફાની ઈનિંગ

  • ક્યાંક મુશળધાર તો ક્યાંક ઝરમર વરસાદ

  • ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો વરસાદ

  • બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે એલર્ટ

  • જૂનાગઢ,અમરેલીમાં પણ મુશળધાર વરસાદ 

ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ તો અન્ય 16 જિલ્લામાં ભારે વરસાદ થવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસારરવિવારે 22મી જૂન કચ્છપાટણસુરેન્દ્રનગરઅમદાવાદ,મહેસાણાગાંધીનગરઅરવલ્લીમહીસાગરદાહોદતાપીનર્મદાસુરતડાંગવલસાડ ,નવસારી અને  દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છેજ્યારે અન્ય જિલ્લામાં યેલો એલર્ટ છે.

હવામાનના આંકડા અનુસાર, 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો તેમાં ઉત્તર ગુજરાત જ મોખરે છે. જેમાં સાબરકાંઠામાં 12.2 ઈંચબનાસકાંઠામાં 10.3 ઈંચઅરવલ્લીમાં 4.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ 3.3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત 23 જૂને બનાસકાંઠાઅમરેલીભાવનગરનવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે અને કચ્છસાબરકાંઠાઅરવલ્લીતાપીસુરતડાંગપાટણમહેસાણાગાંધીનગરઅમદાવાદસુરેન્દ્રનગરમહીસાગરદાહોદમોરબીજામનગરબોટાદખેડાપંચમહાલઆણંદરાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું કરવામાં આવ્યું છે.

Latest Stories