Connect Gujarat
ગુજરાત

મહેસાણા : પાકિસ્તાની હિંદુ નાગરિકોએ વિઝાની મુદ્દત વધારવા કરી માંગ , પરત પાકિસ્તાન નથી જવું

પાકિસ્તાનથી આવેલાં હિંદુ નાગરિકો હવે પાકિસ્તાન પરત જવા માંગતા નથી. તે

X

મહેસાણા શહેરમાં પાકિસ્તાનથી આવેલા 18 જેટલા હિંદુ નાગરિકોએ વિઝાની મુદ્દત વધારી આપવા ભારત સરકારને અપીલ કરી છે.....

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા હૈદરાબાદ જિલ્લામાં વર્ષોથી વસવાટ કરતાં અને છેલ્લા 3 વર્ષથી મહેસાણામાં રહેતાં પાકિસ્તાની નાગરીકોએ વિઝાની મુદ્દત વધારી આપવા માંગ કરી છે. પાકિસ્તાનથી આવેલાં હિંદુ નાગરિકો હવે પાકિસ્તાન પરત જવા માંગતા નથી. તેઓ વિઝા લઈને પાકિસ્તાનથી મહેસાણા આવ્યાં છે અને ત્રણ વર્ષથી મહેસાણામાં જ વસવાટ કરી રહયાં છે.

મહેસાણા શહેરમાં ઇન્દિરા નગર વિસ્તારમાં 18 સભ્યો છેલ્લા ત્રણ વર્ષથી વસવાટ કરી રહ્યાં છે. આ પરિવારના સભ્યો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા હૈદરાબાદ જિલ્લામાં વર્ષોથી વસવાટ કરતાં હતાં. જ્યાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. ભારત દેશમાં આઝાદી સમયે આ પરિવાર પાકિસ્તાનમાં રહી ગયું હતું. પાકિસ્તાનથી ભારતના વિઝા લઇ તેઓ મહેસાણા આવ્યાં છે. આ હીંદુ નાગરિકો હવે પાકિસ્તાન પરત જવા માંગતા ન હોવાથી વિઝાની મુદ્દત વધારી આપવા માંગ કરી રહયાં છે.

Next Story