Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 2 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
X

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 2 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

48 કલાક સુધી ઠંડી આજ પ્રમાણે રહેશે તેવું પણ હવામાન વિભાગનું કહેવું છે. તો દરિયા કિનારે ઝડપી પવન ફૂંકાવાની શક્યતા ને લઈને તંત્ર એલર્ટ થયું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.ગ્લોબલ વોર્મિંગની અસર હવે વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે. જેને કારણે ઋતુચક્ર સતત બદલાતું રહ્યું છે. જુલાઈ બાદ શરૂ થતો વરસાદ મોડે સુધી રહે તો ખેડૂતોની મુશ્કેલી વધી જાય છે. તેમાં પણ ચોમાસા બાદ સમયાંતરે થતો કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી દે છે. હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 22 જાન્યુઆરીથી કમોસમી વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે. જેને પગલે પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 22મી તારીખે, શનિવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માવઠા ની આગાહી કરાઈ છે.

Next Story