ગુજરાતમાં ચોમાસુ પુરજોશમાં જામ્યુ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને લઇને  ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

હવામાન વિભાગે 5 જુલાઇ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાતમાં ભારે  વરસાદનું અનુમાન

New Update
varsad

હવામાન વિભાગે 5 જુલાઇ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાતમાં ભારે  વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને લઇને  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચોમાસુ પુરજોશમાં જામ્યુ છે. હાલ મધ્ય ગુજરાત, દક્ષિણ પર સૌથી વધુ વાદળો છવાયેલા છે. આ વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં વધુ વરસાદ થઇ શકે છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ હવે વરસાદનું પ્રમાણ વઘી શકે છે.

ગુજરાતના પૂર્વ, મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં ભારે  વરસાદનું અનુમાન છે. દમણ દાદરાનગર હવેલી, તાપી ભરૂચ, ડાંગ, સુરત વલસાડ, પંચમહાલ, ખેડા, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર ગીર સોમનાથ,ભાવનગર અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદનું જોર ઓછું છે જે આગામી 2થી3 દિવસમાં વધશે. બોટાદ, રાજકોટ અને દેવભૂમિ દ્રારકમાં ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠામાં પણ 30 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી છે.  આવનાર બેથી ત્રણ દિવસમાં અમદાવાદમાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત ગાંધીનગમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદનું  અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 જુલાઇ સુધીમાં ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદનું જોર વધશે અને ભારે વરસાદનું અનુમાન છે.